ભારતીય ઈલેક્ટ્રિક ટુ-વ્હીલર માર્કેટમાં જાણીતી કંપની ઓબેન ઈલેક્ટ્રિક (Oben Electric) પોતાની નવી ઈલેક્ટ્રિક મોટરસાઈકલ સાથે ફરી એકવાર ધૂમ મચાવવા તૈયાર છે. કંપનીએ તાજેતરમાં જ પોતાની આગામી બાઈકનું પ્રથમ ટીઝર સોશિયલ મીડિયા પર શેર કર્યું છે. આ નવી બાઈક 30 એપ્રિલ 2026ના રોજ સત્તાવાર રીતે ભારતીય બજારમાં લોન્ચ કરવામાં આવશે.
'Unleash The Bold' ટેગલાઈન સાથે નવો લુક
બેંગલુરુ સ્થિત આ સ્ટાર્ટઅપ કંપનીએ ટીઝરમાં 'Unleash The Bold' ટેગલાઈનનો ઉપયોગ કર્યો છે. આ પરથી અંદાજ લગાવી શકાય છે કે નવી બાઈક કંપનીના વર્તમાન મોડલ્સ કરતા વધુ આક્રમક ડિઝાઇન અને પાવરફુલ પરફોર્મન્સ સાથે આવશે. ટીઝરમાં બાઈકના આગળના ભાગની ઝલક જોવા મળી છે, જેમાં અત્યાધુનિક LED હેડલેમ્પ અને તેની ઉપર U-શેપની LED ડે-ટાઈમ રનિંગ લાઈટ (DRL) જોઈ શકાય છે, જે તેને પ્રીમિયમ લુક આપે છે.
