ટોયોટા કિર્લોસ્કર મોટરે એપ્રિલ 2026ના મહિના માટે ગ્લાન્ઝા, અર્બન ક્રૂઝર હાઈરાઈડર, હિલક્સ અને રુમિયન જેવા અગ્રણી મોડલ્સ પર ગ્રાહકો માટે વિશેષ ઓફર્સ રજૂ કરી છે. આ મહિને ગ્રાહકો રોકડ ડિસ્કાઉન્ટ, એક્સચેન્જ બોનસ અને અન્ય લાભો દ્વારા 1.10 Lakh રૂપિયા સુધીની માતબર બચત કરી શકે છે. આ સ્કીમનો મુખ્ય ઉદ્દેશ્ય નવા નાણાકીય વર્ષની શરૂઆતમાં ગ્રાહકોને આકર્ષવાનો અને વેચાણમાં વધારો કરવાનો છે.

જાણીએ કયા મોડલ પર મળશે કેટલો લાભ

આ ઓફર્સમાં રોકડ છૂટ, એક્સચેન્જ અથવા સ્ક્રેપેજ સુવિધા, લોયલ્ટી બોનસ, કોર્પોરેટ બેનિફિટ્સ અને ફ્રી એક્સેસરી કિટનો સમાવેશ થાય છે. નોંધનીય છે કે આ ઓફર્સ ડીલરશિપ સ્ટોક અને શહેરના આધારે અલગ હોઈ શકે છે, તેથી ખરીદી કરતા પહેલા નજીકના શોરૂમની મુલાકાત લેવી સલાહભર્યું છે. ચાલો જાણીએ કયા મોડલ પર કેટલો લાભ મળી રહ્યો છે.

ટોયોટા ગ્લાન્ઝા પર બચત

ટોયોટાની આ પ્રીમિયમ હેચબેકના પેટ્રોલ વેરિઅન્ટ્સ (CNG અને AMT સિવાય) પર મહત્તમ 69,000 રૂપિયા સુધીના લાભ મળી રહ્યા છે. આ પેકેજમાં 10,000 રૂપિયાની રોકડ છૂટ, 15,000 રૂપિયાનો એક્સચેન્જ સપોર્ટ અને 30,000 રૂપિયાનું લોયલ્ટી બોનસ સામેલ છે. વધારામાં ગ્રાહકોને 4,000 રૂપિયાનો કોર્પોરેટ બેનિફિટ અને 10,000 રૂપિયાની કિંમતની સ્પેશિયલ LE એક્સેસરી કિટ પણ આપવામાં આવી રહી છે.

ટોયોટા અર્બન ક્રૂઝર ટેઝરની ઓફર્સ

એપ્રિલ મહિનામાં ટેઝરના વિવિધ વેરિઅન્ટ્સ પર પણ આકર્ષક ઓફર ચાલુ રહેશે. તેના Turbo MT ટ્રિમ પર રોકડ, એક્સચેન્જ અને લોયલ્ટી બોનસ સહિત કુલ 55,000 રૂપિયા સુધીના લાભ મળી રહ્યા છે. બીજી તરફ, તેના નોન-ટર્બો વેરિઅન્ટ્સ પર એક્સચેન્જ અને કોર્પોરેટ સપોર્ટ દ્વારા 45,000 રૂપિયા સુધીની બચત થઈ શકે છે, જે તેને કોમ્પેક્ટ ક્રોસઓવર સેગમેન્ટમાં એક મજબૂત સ્પર્ધક બનાવે છે.

ટોયોટા અર્બન ક્રૂઝર હાઈરાઈડર પર ધમાકો

હાઈરાઈડર માટે આ મહિને કંપનીએ સૌથી મજબૂત ઓફર રજૂ કરી છે. આ કાર Neo Drive, હાઈબ્રિડ અને CNG એમ ત્રણેય વેરિઅન્ટમાં ઉપલબ્ધ છે. જેમાં S Neo Drive વેરિઅન્ટ પર સૌથી વધુ 1.10 Lakh રૂપિયા સુધીની બચત મળી રહી છે. આ સિવાય E Neo Drive પર 1.05 Lakh, CNG વેરિઅન્ટ પર 1.02 Lakh અને G તથા V Neo Drive વેરિઅન્ટ પર 1.01 Lakh રૂપિયા સુધીના લાભ ગ્રાહકો મેળવી શકે છે.

ટોયોટા હિલક્સ પર ઓફર

ટોયોટાની પ્રીમિયમ લાઈફસ્ટાઈલ પિકઅપ ટ્રક હિલક્સ પર પણ આ મહિને શાનદાર ઓફર્સ જારી રાખવામાં આવી છે. હિલક્સના તમામ વેરિઅન્ટ્સ પર કુલ મળીને 1.10 Lakh રૂપિયા સુધીની મોટી બચત થઈ રહી છે. આ ઓફરમાં 80,000 રૂપિયાનું સીધું રોકડ ડિસ્કાઉન્ટ અને 30,000 રૂપિયાનો એક્સચેન્જ સપોર્ટ સામેલ છે, જે ઓફ-રોડિંગના શોખીનો માટે આ કાર ખરીદવાનો શ્રેષ્ઠ સમય સાબિત થઈ શકે છે.

વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો