હીરો મોટોકોર્પ અને હાર્લી-ડેવિડસનનું નવું H-D X440 T મોડેલ જુલાઈ 2023માં આવેલા X440 પર આધારિત છે. પરંતુ તેમાં ઘણા નવા ફીચર્સનો સમાવેશ કરવામાં આવ્યો છે. જેમ કે રાઇડ-બાય-વાયર ટેકનોલોજી, સ્વિચેબલ ટ્રેક્શન કંટ્રોલ અને રોડ તેમજ રેઇન એમ બે રાઇડિંગ મોડ્સ. સુરક્ષા માટે તેમાં પૅનિક બ્રેકિંગ એલર્ટ સિસ્ટમ પણ આપવામાં આવી છે. જે અચાનક ઝડપ ઘટે તો પાછળના વાહનોને ચેતવે છે.


કંપનીઓએ પ્રીમિયમ સેગમેન્ટ પર ધ્યાન કેન્દ્રિત કર્યું

હાર્લીએ X440 Tને સ્પોર્ટી લુક અને ટેકનોલોજી સાથે નવા યુગના રાઇડર્સ માટે એક મોટું પગલું ગણાવ્યું છે અને આ ભાગીદારી પ્રીમિયમ સેગમેન્ટ પર તેમનું ધ્યાન કેન્દ્રિત કરે છે. કંપનીએ X440 Tની કિંમત રૂ.2,79,500, X440 Sની કિંમત રૂ.2,54,900 અને X440 Vividની કિંમત રૂ.2,34,500 (તમામ એક્સ-શોરૂમ) રાખી છે.

બે ટોપ-લેવલના મોટરસાયકલ કર્યા રજૂ

આ ઉપરાંત હાર્લેએ ભારતમાં પ્રથમ વખત બે ટોપ-લેવલ CVO મોટરસાયકલ પણ રજૂ કરી છે. પહેલી CVO Road Glide છે, જેમાં ખાસ “શાર્ક-નોઝ” ફ્રન્ટ ડિઝાઇન અને શક્તિશાળી 121 એન્જિન છે, જે 115hp પાવર અને 189Nm ટોર્ક આપે છે, જેની કિંમત રૂ.67,36,720 (એક્સ-શોરૂમ) છે. બીજી CVO Street Glide છે, જેમાં નવું Batwing ફેરિંગ અને તે જ પાવરફુલ એન્જિન છે, જેની કિંમત રૂ.63,03,142 (એક્સ-શોરૂમ) છે.

સ્પર્ધકોને આપશે મજબૂત પડકાર

આ બંને CVO બાઇક્સમાં 12.3-ઇંચની મોટી સ્કાયલાઇન OS ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ, પ્રીમિયમ મ્યુઝિક સિસ્ટમ અને ઉચ્ચ ગુણવત્તાવાળા ફિનિશિંગ આપવામાં આવ્યા છે, જે Royal Enfield સહિત અન્ય સ્પર્ધકોને એક મજબૂત પડકાર ફેંકી શકે છે.

વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

  • Follow us on: