જો તમે આ વર્ષે નવી SUV ખરીદવાનું વિચારી રહ્યા છો, તો એપ્રિલ 2026 તમારા માટે સુવર્ણ તક લઈને આવ્યું છે. મારુતિ સુઝુકી તેની બે લોકપ્રિય મિડસાઈઝ SUV, ગ્રાન્ડ વિટારા અને વિક્ટોરિસ પર ભારે ડિસ્કાઉન્ટની જાહેરાત કરી છે. ગ્રાહકો આ મહિને રૂ.1 લાખથી લઈને રૂ.1.75 લાખ સુધીનો મોટો ફાયદો મેળવી શકે છે. આ આકર્ષક ઓફર્સમાં સીધું રોકડ ડિસ્કાઉન્ટ, એક્સચેન્જ બોનસ, સ્ક્રેપેજ લાભો અને લોયલ્ટી રિવોર્ડ્સનો સમાવેશ કરવામાં આવ્યો છે, જે કાર ખરીદવાના અનુભવને વધુ સસ્તો અને પ્રીમિયમ બનાવશે.
ગ્રાન્ડ વિટારા પર મળતા વિશેષ લાભો
નેક્સા (NEXA) ની પ્રીમિયમ રજૂઆત એવી ગ્રાન્ડ વિટારા પર અત્યારે સૌથી વધુ રૂ.1.75 લાખ સુધીની બચત થઈ શકે છે. કંપની ગ્રાહકોને આકર્ષવા માટે રૂ.65,000નો સ્ક્રેપેજ લાભ અથવા રૂ.80,000નું એક્સચેન્જ બોનસ આપી રહી છે. આ ઉપરાંત, ગ્રાહકોને 5 વર્ષની એક્સટેન્ડેડ વોરંટી પણ મળશે જે લાંબા ગાળે મેન્ટેનન્સમાં રાહત આપશે. સૌથી મોટો ફાયદો હાઇબ્રિડ વેરિઅન્ટ ખરીદનારાઓને થશે, કારણ કે આ મોડલ પર RTO અને રોડ ટેક્સમાં સંપૂર્ણ મુક્તિ મળવાની શક્યતા છે, જેનાથી તેની ઓન-રોડ કિંમતમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળશે.
વેરિઅન્ટ મુજબ ડિસ્કાઉન્ટનું વિભાજન
ગ્રાન્ડ વિટારાના બેઝ મોડલ 'સિગ્મા' પર કુલ રૂ.1.08 લાખ સુધીનો લાભ મળી રહ્યો છે, જેમાં રૂ.25,000 રોકડ છૂટ અને રૂ.22,500ની વિશેષ ડીલર ઓફર સામેલ છે. મધ્યમ અને ટોપ વેરિઅન્ટ્સ જેવા કે ઝેટા અને આલ્ફા પર રૂ.85,000 સુધીના બેનિફિટ્સ સાથે 5 વર્ષની સુરક્ષા કવચ (વોરંટી) મળે છે. પર્યાવરણ પ્રેમીઓ માટે CNG વેરિઅન્ટ પર પણ રૂ.70,000 સુધીની છૂટ ઉપલબ્ધ છે, જે તેને બજેટ અને ઈંધણ કાર્યક્ષમતા બંને દ્રષ્ટિએ શ્રેષ્ઠ બનાવે છે.
મારુતિ વિક્ટોરિસ પર આકર્ષક ઓફર્સ
એરેના નેટવર્કની ફ્લેગશિપ SUV વિક્ટોરિસ પણ આ રેસમાં પાછળ નથી. તેના એન્ટ્રી-લેવલ LXi અને VXi વેરિઅન્ટ્સ (પેટ્રોલ અને CNG) પર રૂ.85,000 સુધીની છૂટ આપવામાં આવી રહી છે. જે ગ્રાહકો હાઈ-એન્ડ ફીચર્સ ઈચ્છે છે તેમના માટે ZXi અને ZXi+ વેરિઅન્ટ્સ પર રૂ.90,000 સુધીની બચત ઉપલબ્ધ છે, જેમાં રૂ.70,000નું જંગી રોકડ ડિસ્કાઉન્ટ સામેલ છે. હાઇબ્રિડ મોડલ પસંદ કરનારા ગ્રાહકો રૂ.1 લાખ સુધીનો સીધો ફાયદો મેળવી શકે છે, જ્યારે "એપ્રિલ ધમાકા" સ્કીમ હેઠળ અમુક કિસ્સાઓમાં આ કુલ લાભ રૂ.1.3 લાખ સુધી પણ પહોંચી શકે છે.
વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો