ટોયોટા કિર્લોસ્કર મોટર કંપની દ્વારા જાહેર કરવામાં આવેલી નવી કિંમતો મુજબ મોડેલ અને વેરિઅન્ટના આધારે આ કાર હવે રૂ. 19,000 થી લઈને રૂ. 26,000 સુધી મોંઘી થઈ ગઈ છે. આ ભાવ વધારા બાદ ઇનોવા ક્રિસ્ટાની એક્સ-શોરૂમ કિંમત હવે રૂ. 18.85 લાખથી શરૂ થઈને રૂ. 25.53 લાખ સુધી પહોંચી ગઈ છે. ખાસ કરીને તેના ટોપ-સ્પેક 'ZX' વેરિઅન્ટમાં સૌથી વધુ રૂ. 26,000નો વધારો જોવા મળ્યો છે, જે માત્ર 7-સીટર લેઆઉટમાં ઉપલબ્ધ છે.

આ એમપીવીનું શક્તિશાળી એન્જિન

કિંમતોમાં વધારો કરવા છતાં કંપનીએ કારમાં કોઈ પણ પ્રકારના મિકેનિકલ ફેરફારો કે નવા ફીચર્સ ઉમેર્યા નથી. આ એમપીવી અગાઉની જેમ જ શક્તિશાળી 2.4-લિટર ડીઝલ એન્જિન સાથે આવે છે, જે 150hp પાવર અને 343Nm ટોર્ક જનરેટ કરવાની ક્ષમતા ધરાવે છે. આ એન્જિનને 5-સ્પીડ મેન્યુઅલ ગિયરબોક્સ સાથે જોડવામાં આવ્યું છે અને તે રિયર-વ્હીલ ડ્રાઈવ સેટઅપ પર આધારિત છે. ફીચર્સની વાત કરીએ તો, તેમાં 8-ઇંચની ટચસ્ક્રીન ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ, ઓટોમેટિક ક્લાઇમેટ કંટ્રોલ અને પાવર્ડ ડ્રાઈવર સીટ જેવી સુવિધાઓ જાળવી રાખવામાં આવી છે.

આ એમપીવીમાં અપાયેલા મજબૂત સેફ્ટી પેકેજ

સુરક્ષાના દૃષ્ટિકોણથી ઇનોવા ક્રિસ્ટામાં 7 એરબેગ્સ, રિયર પાર્કિંગ કેમેરા, હિલ સ્ટાર્ટ આસિસ્ટ અને ફ્રન્ટ તેમજ રિયર પાર્કિંગ સેન્સર્સ જેવા મજબૂત સેફ્ટી પેકેજ આપવામાં આવ્યા છે. હાલમાં આ કારનો સીધો મુકાબલો મારુતિ સુઝુકી ઇનવિક્ટો, ટોયોટા હાઇક્રોસ અને કિયા કેરેન્સ જેવી ગાડીઓ સાથે છે. નોંધનીય છે કે વર્ષ 2027 માં અમલી બનનારા કડક CAFE-3 ઉત્સર્જન ધોરણોને કારણે કંપની આ મોડેલને ભવિષ્યમાં બંધ કરી શકે તેવી પણ શક્યતાઓ સેવાઈ રહી છે, પરંતુ હાલમાં તે પોતાની મજબૂત પકડ જાળવી રહી છે.

વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો