ભારતીય માર્કેટમાં ઓફ-રોડિંગ એસયુવીના રાજા ગણાતી મહિન્દ્રા થાર હવે નવા અંદાજમાં જોવા મળશે. તાજેતરમાં ટેસ્ટિંગ દરમિયાન જોવા મળેલી તસવીરો પરથી સ્પષ્ટ થાય છે કે કંપની તેને 'થાર રોક્સ' (Thar Roxx) જેવી ડિઝાઇન એલિમેન્ટ્સ સાથે અપડેટ કરી રહી છે.
ડિઝાઇનમાં જોવા મળશે આ મોટા ફેરફારો
નવી થાર 3-ડોરમાં સૌથી મોટો ફેરફાર તેના એક્સટિરિયરમાં જોવા મળશે. જેમાં; નવી ફ્રન્ટ ગ્રિલ: થાર રોક્સ જેવી વધુ ચોરસ અને આધુનિક પેટર્નવાળી ગ્રિલ. અપડેટેડ બમ્પર: બમ્પરની ડિઝાઇનમાં ફેરફાર કરીને તેને વધુ મજબૂત લૂક આપવામાં આવ્યો છે. LED હેડલાઇટ્સ: હેડલાઇટની આસપાસ નવા ડિઝાઇન એલિમેન્ટ્સ અને નવા એલોય વ્હીલ્સ જોવા મળશે.
ઇન્ટિરિયર અને સુરક્ષા
કારના ઇન્ટિરિયરમાં નવી અપહોલ્સ્ટ્રી અને સારી ટ્રિમ ફિનિશિંગની અપેક્ષા છે. ટેકનોલોજીની વાત કરીએ તો, તેમાં મોટી ટચસ્ક્રીન ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ અને અપડેટેડ સોફ્ટવેર આપવામાં આવી શકે છે. સુરક્ષા માટે ડ્યુઅલ એરબેગ્સ, ABS અને ESC જેવા સ્ટાન્ડર્ડ ફીચર્સ યથાવત રહેશે.
એન્જિનમાં કોઈ ફેરફાર નહીં
મિકેનિકલ રીતે કારમાં કોઈ ફેરફાર કરવામાં આવશે નહીં. તેમાં હાલનું 2.0-લિટર ટર્બો-પેટ્રોલ અને 2.2-લિટર ડીઝલ એન્જિન ચાલુ રહેશે. આ બંને એન્જિન મેન્યુઅલ અને ઓટોમેટિક ટ્રાન્સમિશનના વિકલ્પ સાથે ઉપલબ્ધ હશે, જેમાં 4-વ્હીલ ડ્રાઇવ (4WD) ની સુવિધા પણ મળશે.
વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો