દિવસેને દિવસે વધતા વાયુ પ્રદૂષણને કારણે લોકોના સ્વાસ્થ્યની ચિંતા વધી ગઈ છે. શિયાળામાં જ્યારે એર ક્વોલિટી ઇન્ડેક્સ (AQI) એક ખતરનાક સ્તરે પહોંચી ગયો છે, ત્યારે કારમાં મુસાફરી કરનારા લોકો માટે અંદરની હવા સાફ રાખવી એ એક મોટી સમસ્યા બની ગઈ છે. જે લોકો દિવસના 2-3 કલાક કારમાં વિતાવે છે, તેમના માટે કારની અંદરની હવાને સ્વચ્છ રાખવી ખૂબ જ જરૂરી છે. અહીં કારમાં સસ્તામાં એર પ્યુરીફાયર લગાવવાના જુગાડ અને સરળ ઉપાયો વિશે માહિતી આપવામાં આવી છે.
પોર્ટેબલ પ્યુરીફાયરનો ઉપયોગ
આજકાલ ઘણી નવી કારોમાં ઇનબિલ્ટ એર પ્યુરીફાયર આવવા લાગ્યા છે. પરંતુ જો તમારી કારમાં તે ન હોય તો તમે બજારમાં ઉપલબ્ધ પોર્ટેબલ એર પ્યુરીફાયરનો ઉપયોગ કરી શકો છો. આ પ્યુરીફાયર કારની અંદરની હવાને ઘણી હદ સુધી સાફ કરવામાં મદદ કરે છે.
પ્યુરીફાયર કેવી રીતે લગાવવું?
બજારમાં ખાસ કરીને કાર માટે તૈયાર કરવામાં આવેલા એર પ્યુરીફાયર સરળતાથી મળી રહે છે. તે મુખ્યત્વે બે પ્રકારના હોય છે: કપ હોલ્ડરમાં ફિટ થતા એર પ્યુરીફાયર અને સીટની પાછળ અથવા ડેશબોર્ડ પર લગાવી શકાય તેવા એર પ્યુરીફાયર. તેમને કારના 12V સોકેટ (સિગારેટ લાઇટર પોઇન્ટ) અથવા USB પોર્ટથી પાવર મળે છે. ઇન્સ્ટોલ કરવા માટે તેને નક્કી કરેલી જગ્યાએ મૂકીને પ્લગ લગાવીને ઓન કરી દો. સારી અસર માટે તેને એવી જગ્યાએ મૂકો જ્યાં હવાનો પ્રવાહ સારો હોય, જેમ કે આગળની સીટોની વચ્ચે અથવા ડેશબોર્ડની નજીક.
ઓછા બજેટમાં સસ્તો જુગાડ
જો તમે મોંઘા એર પ્યુરીફાયર પર ખર્ચ કરવા નથી માંગતા તો કેટલાક સસ્તા અને અસરકારક ઉપાયો અપનાવી શકાય છે. (1) આ સૌથી સસ્તો અને અસરકારક ઉપાય છે. દર 10-15 હજાર કિલોમીટરે ફિલ્ટર બદલવાથી અંદરની હવા ઘણી હદ સુધી સાફ રહે છે. (2) એક્ટિવેટેડ ચારકોલ ફિલ્ટર: આ સામાન્ય ફિલ્ટર કરતાં થોડા મોંઘા હોય છે, પરંતુ તે દુર્ગંધ અને અમુક અંશે પ્રદૂષક વાયુઓને પણ રોકવામાં સક્ષમ હોય છે.
કારમાં સ્વચ્છ અને સુરક્ષિત હવા મેળવો
(3) AC ને રીસર્ક્યુલેશન મોડ પર રાખો: એર કંડિશનરને હંમેશા રીસર્ક્યુલેશન મોડ (Re-circulation Mode) પર રાખવાથી બહારની ગંદી હવા કારની અંદર આવતી અટકે છે. (4) લો-બજેટ USB પ્યુરીફાયર: બજારમાં રૂ.1,000થી રૂ.2,000 સુધીના નાના USB પ્યુરીફાયર પણ ઉપલબ્ધ છે, જે મૂળભૂત ફિલ્ટરેશન પ્રદાન કરી શકે છે. આ નાના પ્રયાસો કરીને તમે લાંબા સમય સુધી કારમાં સ્વચ્છ અને સુરક્ષિત હવામાં મુસાફરી કરી શકો છો.
