મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા તેની ફ્યુચરિસ્ટિક SUV લાઇન-અપ સાથે ભારતીય ઓટો માર્કેટમાં ધૂમ મચાવવા તૈયાર છે. તાજેતરમાં ટેસ્ટિંગ દરમિયાન જોવા મળેલી 'મહિન્દ્રા વિઝન એસ' (Mahindra Vision S)એ કાર પ્રેમીઓમાં ઉત્તેજના વધારી દીધી છે. આ કાર સીધી રીતે ટાટા સીએરા (Tata Sierra)ને ટક્કર આપશે. મહિન્દ્રા તેના નવા 'એનયુ આઈક્યૂ' (NU iQ) મલ્ટી-એનર્જી પ્લેટફોર્મ પર આધારિત નવી SUV શ્રેણી પર કામ કરી રહી છે. આ શ્રેણીમાં વિઝન એસ હવે પ્રોડક્શન સ્ટેજની ખૂબ નજીક પહોંચી ગઈ છે. આ કોમ્પેક્ટ SUVને સ્કોર્પિયોના નાના વેરિઅન્ટ તરીકે પણ જોવામાં આવી રહી છે.
રફ એન્ડ ટફ ડિઝાઇન
ટેસ્ટિંગ દરમિયાન જોવા મળેલા મોડલ પરથી સ્પષ્ટ થાય છે કે વિઝન એસ એક મજબૂત અને બોક્સી આકાર ધરાવે છે. ફ્રન્ટ લૂક: તેમાં રાઉન્ડ હેડલાઇટ્સ, વર્ટિકલ ગ્રિલ અને થાર રોક્સની જેમ ઇન્ટિગ્રેટેડ LED DRLs જોવા મળશે. સુરક્ષા ટેકનોલોજી: ફ્રન્ટ ગ્રિલ પર રડાર યુનિટ પણ જોવા મળ્યું છે, જેનો અર્થ છે કે આ કારમાં ADAS (એડવાન્સ ડ્રાઇવર આસિસ્ટન્સ સિસ્ટમ) જેવી આધુનિક સુરક્ષા સુવિધાઓ હશે. ઓફ-રોડ ક્ષમતા: હાઈ ગ્રાઉન્ડ ક્લિયરન્સ, 5-લિંક રિયર ઇન્ડિપેન્ડન્ટ સસ્પેન્શન અને પાછળના દરવાજા પર લગાવાયેલ સ્પેર વ્હીલ તેને શુદ્ધ ઓફ-રોડ SUV લૂક આપે છે.
