વિયેતનામીસ ઇલેક્ટ્રિક વાહન નિર્માતા કંપની વિનફાસ્ટ (VinFast) ભારતીય બજારમાં તેની નવી 7-સીટર ઇલેક્ટ્રિક કાર, VinFast VF MPV 7, લોન્ચ કરવા માટે તૈયાર છે. આ કાર સત્તાવાર રીતે 15 એપ્રિલ 2026 ના રોજ લોન્ચ કરવામાં આવશે. કંપનીએ પહેલેથી જ રૂ.21,000 ની ટોકન રકમ સાથે આ ઇલેક્ટ્રિક MPV માટે પ્રી-બુકિંગ શરૂ કરી દીધું છે. આ કારની કિંમત રૂ.20 થી 25 લાખ (એક્સ-શોરૂમ) ની વચ્ચે રહેવાની ધારણા છે, જે તેને પ્રીમિયમ ઇલેક્ટ્રિક ફેમિલી કારના સેગમેન્ટમાં એક મજબૂત સ્પર્ધક બનાવે છે.
પાવરટ્રેન, બેટરી અને રેન્જ
VF MPV 7 ની સૌથી મોટી વિશેષતા તેની પાવરફુલ બેટરી અને રેન્જ છે. આ કારમાં 60.13kWh ની બેટરી પેક આપવામાં આવી છે, જે સિંગલ ચાર્જ પર 500 કિલોમીટરથી વધુની રેન્જ આપવાનો દાવો કરે છે. તેનું ઇલેક્ટ્રિક મોટર 204hp નો પાવર અને 280Nm નો ટોર્ક જનરેટ કરે છે, જે તેને હાઇવે અને સિટી બંને ડ્રાઇવિંગ માટે સક્ષમ બનાવે છે. ચાર્જિંગની વાત કરીએ તો, 80kW ના DC ફાસ્ટ ચાર્જર દ્વારા આ કાર માત્ર 30 મિનિટમાં 10 થી 80 ટકા સુધી ચાર્જ થઈ શકે છે.
