મર્સિડીઝ-બેન્ઝ આગામી 15 જૂને ભારતમાં તેની ફ્લેગશિપ લક્ઝરી સેડાન 2026 S-Class Facelift લોન્ચ કરવા જઈ રહી છે. ભારતીય બજારમાં આ કાર પહેલીવાર પ્લગ-ઇન હાઇબ્રિડ (PHEV) ટેકનોલોજી સાથે એન્ટ્રી કરી શકે છે, જ્યારે તેના પેટ્રોલ અને ડીઝલ વેરિઅન્ટ્સ પછીથી લોન્ચ કરવામાં આવશે. ભારતમાં તેની શરૂઆતી કિંમત રૂ.2 કરોડથી વધુ રહેવાની આશા છે.
ડિઝાઇનમાં આકર્ષક અને આધુનિક બદલાવ
નવી S-Class ફેસલિફ્ટના એક્સટેરિયરમાં ઘણા મહત્વના ફેરફારો કરવામાં આવ્યા છે. આ કારની ફ્રન્ટ ગ્રિલને પહેલા કરતાં 20% મોટી કરીને તેની આસપાસ ઇલ્યુમિનેટેડ (રોશનીવાળી) ફ્રેમ આપવામાં આવી છે. ગ્રિલની અંદર નાના ક્રોમ સ્ટાર અને બોનેટ પર મર્સિડીઝનો આઇકોનિક લોગો પણ હવે લાઈટિંગ ઇફેક્ટ સાથે જોવા મળશે. કારમાં સ્ટાર-શેપ DRL અને માઇક્રો-LED ડિજિટલ લાઇટ ટેકનોલોજીવાળા હેડલેમ્પ્સ આપવામાં આવ્યા છે, જે 40% વધુ રોશની આપશે. સાઇડ પ્રોફાઇલમાં નવા 50-સ્પોક એલોય વ્હીલ્સ અને પાછળના ભાગમાં સ્લિમ થ્રી-પોઇન્ટ સ્ટાર LED ટેલલાઇટ્સ મળશે.
