પેટ્રોલ અને ડીઝલના વધતા ભાવ વચ્ચે જો તમે પણ નવી ઇલેક્ટ્રિક કાર (EV) ખરીદવાનું વિચારી રહ્યા છો, તો આ મહિનો તમારા માટે સુવર્ણ તક સાબિત થઈ શકે છે. તાજેતરમાં ટાટા મોટર્સે તેની પેટ્રોલ-ડીઝલ (ICE) કારો પર ડિસ્કાઉન્ટ આપ્યા બાદ, હવે પોતાના ઇલેક્ટ્રિક વ્હીકલ પોર્ટફોલિયો પર પણ ભારે છૂટછાટોની જાહેરાત કરી દીધી છે. કંપની આ મે મહિનામાં પોતાના ગ્રાહકોને અલગ-અલગ ઇલેક્ટ્રિક મોડલ્સ પર 3.8 લાખ રૂપિયા સુધીની બમ્પર બચત કરવાની તક આપી રહી છે.
લોકપ્રિય EV મળશે પર આકર્ષક ઑફર્સ
ટાટા મોટર્સ તેની લોકપ્રિય EV રેન્જ જેવી કે Nexon EV, Harrier EV, Tiago EV, Punch EV અને Curvv EV પર આ આકર્ષક ઑફર્સ આપી રહી છે. આ ડિસ્કાઉન્ટ મેન્યુફેક્ચરિંગ વર્ષ (MY24, MY25 અને MY26) અને વેરિઅન્ટના આધારે નક્કી કરવામાં આવ્યું છે, જેમાં એક્સચેન્જ બોનસ, સ્ક્રેપેજ બોનસ, લોયલ્ટી બોનસ અને અન્ય વિશેષ ફાયદાઓ સામેલ છે.
Curvv EV પર સૌથી મોટો ધમાકો: રૂ.3.8 લાખ સુધીનો ફાયદો
ટાટાની આ ડિસ્કાઉન્ટ યાદીમાં સૌથી મોટો ફાયદો નવી લૉન્ચ થયેલી ઇલેક્ટ્રિક SUV-કૂપે 'Curvv EV' પર મળી રહ્યો છે. કંપની આ મોડલ પર મહત્તમ 3.8 લાખ રૂપિયા સુધીની ભારે છૂટ આપી રહી છે. જો તમે MY24 અથવા MY25 મોડલનું ક્રિએટિવ 45 (Creative 45) વેરિઅન્ટ ખરીદો છો તો 3.3 લાખ રૂપિયા અને બાકીના તમામ વેરિઅન્ટ્સ પર પૂરા 3.8 લાખ રૂપિયા સુધીનો ફાયદો મળશે. જ્યારે MY26 મોડલના ક્રિએટિવ 45 પર 2.8 લાખ રૂપિયા અને અન્ય વેરિઅન્ટ્સ પર 3.3 લાખ રૂપિયા સુધીનું ડિસ્કાઉન્ટ ઉપલબ્ધ છે.
Tiago EV પર રૂ.2.1 લાખ સુધીની મોટી બચત
ટાટાની સૌથી પરવડે તેવી અને મધ્યમ વર્ગમાં લોકપ્રિય એવી Tiago EV પર પણ શાનદાર ઑફર્સ આપવામાં આવી રહી છે. MY24 અને MY25ના Tiago EV LR XZ+ (Tech Lux સહિત) વેરિઅન્ટ પર ગ્રાહકોને 2.1 લાખ રૂપિયા સુધીની છૂટ મળશે. આ સિવાય LR XT વેરિઅન્ટ પર 1.8 લાખ રૂપિયા અને તમામ MR વેરિઅન્ટ્સ પર 1.5 લાખ રૂપિયા સુધીનું ડિસ્કાઉન્ટ ઉપલબ્ધ છે. નવી MY26 Tiago EVની વાત કરીએ તો, તેના LR XZ+ પર 1.2 લાખ, LR XT પર 90,000 અને MR વેરિઅન્ટ્સ પર 60,000 રૂપિયા સુધીની રાહત મળશે.
Punch EV પર રૂ.2.1 લાખ સુધીની ધમાકેદાર ઑફર
ટાટાની સૌથી વધુ વેચાતી ઇલેક્ટ્રિક કારોમાં સ્થાન પામેલી Punch EV પર પણ કંપની દિલ ખોલીને ડિસ્કાઉન્ટ આપી રહી છે. તેના MY24 અને MY25ના તમામ LR (લોન્ગ રેન્જ) વેરિઅન્ટ પર 2.1 લાખ રૂપિયા સુધીની છૂટ મળી રહી છે, જ્યારે MR (મીડિયમ રેન્જ) વેરિઅન્ટ્સ પર 1.9 લાખ રૂપિયા સુધીનો ફાયદો થશે. જોકે, તેના 'Smart' વેરિઅન્ટ પર આ ડિસ્કાઉન્ટ 1.6 લાખ રૂપિયા સુધી સીમિત રાખવામાં આવ્યું છે. બીજી તરફ, MY26 મોડલના LR વેરિઅન્ટ પર 1.4 લાખ, MR પર 1.2 લાખ અને Smart વેરિઅન્ટ પર 90,000 રૂપિયા સુધીનો લાભ મેળવી શકાશે.
Harrier EV પર રૂ.1.5 લાખ સુધીના ખાસ બેનિફિટ્સ
ટાટાની ફ્લેગશિપ ઇલેક્ટ્રિક SUV 'Harrier EV' ખરીદનારા ગ્રાહકો માટે કંપની 1.5 લાખ રૂપિયા સુધીના ડિસ્કાઉન્ટની સુવિધા આપી રહી છે, જે MY25 અને MY26 બંને મોડલ્સ પર લાગુ પડે છે. જોકે આ ગાડી પર કોઈ ગ્રીન બોનસ નથી, પરંતુ ગ્રાહકોને 50,000 રૂપિયા એક્સચેન્જ બોનસ અથવા 75,000 રૂપિયા સ્ક્રેપેજ બોનસ ચોક્કસ મળશે. આ ઉપરાંત, જૂની EV બદલીને નવી EV લેનારાઓને 1 લાખ રૂપિયા અને પેટ્રોલ-ડીઝલ (ICE) કારમાંથી EV પર શિફ્ટ થનારાઓને 50,000 રૂપિયાનું લોયલ્ટી બોનસ મળશે. આ મોડલની ખાસ વાત એ છે કે તેના પર 50,000 રૂપિયાનું સ્પેશિયલ ઇન્ટરવેન્શન બોનસ પણ આપવામાં આવી રહ્યું છે.
Nexon EV પર રૂ.1.2 લાખ સુધીનું આકર્ષક ડિસ્કાઉન્ટ
આ લિસ્ટમાં ટાટાની સૌથી ચર્ચિત Nexon EV પર ભલે અન્ય મોડલ્સની સરખામણીએ થોડું ઓછું ડિસ્કાઉન્ટ હોય, પરંતુ તોય તે ગ્રાહકો માટે ખૂબ જ ફાયદાકારક ડીલ છે. તેના MY24 અને MY25 મોડલ્સના તમામ વેરિઅન્ટ્સ અને બેટરી ઓપ્શન્સ પર 1.2 લાખ રૂપિયા સુધીની છૂટ આપવામાં આવી રહી છે. આ ઑફરમાં 20,000 રૂપિયાનું ગ્રીન બોનસ, 50,000 રૂપિયા એક્સચેન્જ બોનસ (અથવા 55,000 રૂપિયા સ્ક્રેપેજ બોનસ) અને 50,000 રૂપિયા સુધીનું લોયલ્ટી બોનસ સામેલ છે. જ્યારે નવી MY26 Nexon EV ખરીદવા પર ગ્રાહકોને તમામ વેરિઅન્ટ્સ પર મહત્તમ 50,000 રૂપિયા સુધીનો જ લાભ મળશે.
ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો
