પિયાજિયો ગ્રુપે આંતરરાષ્ટ્રીય માર્કેટ માટે 2026 Vespa Primavera અને Sprint S ના નવા અપડેટેડ મોડલ્સ રજૂ કર્યા છે. આ નવા સ્કૂટર્સમાં ખાસ કરીને સેફ્ટી અને રાઈડરની સુવિધા પર ધ્યાન આપવામાં આવ્યું છે. નવા મોડલ્સમાં સૌથી મોટો ફેરફાર તેની બ્રેકિંગ સિસ્ટમમાં છે. 125cc અને 150cc વેરિઅન્ટમાં જૂની ડ્રમ બ્રેકને હટાવીને 220mm સ્ટીલ ડિસ્ક બ્રેક આપવામાં આવી છે. આ સાથે ટ્વિન-પિસ્ટન કેલિપર અને ABS સિસ્ટમ શહેરી રસ્તાઓ પર વધુ મજબૂત પકડ અને સુરક્ષિત બ્રેકિંગ પાવર પૂરો પાડે છે.
હવે ચાવીની ઝંઝટ ખતમ: કીલેસ ઇગ્નીશન
50cc થી વધુ ક્ષમતા ધરાવતા તમામ મોડલ્સમાં હવે કીલેસ ઇગ્નીશનની સુવિધા મળશે. રાઈડર્સ હવે ઇલેક્ટ્રોનિક ફોબ (Fob) દ્વારા એન્જિન સ્ટાર્ટ કરી શકશે, સીટ અનલોક કરી શકશે અને 'બાઈક ફાઇન્ડર' ફંક્શનનો ઉપયોગ કરીને ભીડમાં પણ પોતાનું સ્કૂટર સરળતાથી શોધી શકશે.
ડિઝાઇન અને પ્રીમિયમ ફીચર્સ
નવા એલોય વ્હીલ્સ: બંને સ્કૂટરમાં 12-ઇંચના નવા ફાઇવ-સ્પોક એલોય વ્હીલ્સ આપવામાં આવ્યા છે, જે દેખાવમાં આકર્ષક અને હેન્ડલિંગમાં શ્રેષ્ઠ છે. સ્પોર્ટી લુક: Sprint S માં ક્લાસિક પાંચ-સ્લોટ ફ્રન્ટ ગ્રિલ છે, જ્યારે Primavera માં રિફાઈન્ડ મડગાર્ડ અને ફ્રન્ટ શીલ્ડ પર સ્ટાઇલિશ "ટાઈ" એલિમેન્ટ ઉમેરવામાં આવ્યું છે. ડિજિટલ કોકપિટ: રાઈડર્સને ફૂલ LCD ઇન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટર અને પ્રીમિયમ ટ્રિમ્સમાં 5-ઇંચનું TFT ડિસ્પ્લે મળશે, જે સ્માર્ટફોન કનેક્ટિવિટી (Vespa MIA એપ) સપોર્ટ કરે છે.
એન્જિન અને ઇલેક્ટ્રિક વેરિઅન્ટ
એન્જિનમાં કોઈ ફેરફાર નથી કરાયો. ગ્રાહકોને 50cc, 125cc અને 150cc ના એર-કૂલ્ડ પેટ્રોલ એન્જિનના ઓપ્શન મળશે. આ ઉપરાંત, પર્યાવરણ પ્રેમીઓ માટે Primavera Tech Electric મોડેલ પણ ઉપલબ્ધ છે, જેમાં રિમૂવેબલ બેટરીની સુવિધા આપવામાં આવી છે.
વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો