દુનિયાભરમાં લોકપ્રિય એવી ફોક્સવેગન પોલો (Volkswagen Polo) હવે નવા યુગમાં પ્રવેશવા જઈ રહી છે. કંપનીએ આ આઇકોનિક કારને હવે ઇલેક્ટ્રિક વર્ઝનમાં રજૂ કરી છે, જેનું નામ 'ID. Polo' રાખવામાં આવ્યું છે. આ નવી ઇલેક્ટ્રિક હેચબેક 455 કિમીની શાનદાર રેન્જ અને આધુનિક ટેકનોલોજી સાથે સેગમેન્ટમાં 'ગેમ ચેન્જર' સાબિત થઈ શકે છે.

MEB+ પ્લેટફોર્મ અને પાવરફુલ પરફોર્મન્સ

નવી ID. Poloને ખાસ કરીને ઇલેક્ટ્રિક વાહનો માટે તૈયાર કરાયેલા MEB+ પ્લેટફોર્મ પર બનાવવામાં આવી છે. આ કારમાં ગ્રાહકોને પાવરના વિવિધ વિકલ્પો મળશે, જેમાં 114 hp થી લઈને 223 hp સુધીના એન્જિન ઓપ્શન સામેલ છે. તેની બેટરી ક્ષમતાની વાત કરીએ તો, તેમાં 52 kWhની બેટરી આપવામાં આવી છે જે સિંગલ ચાર્જ પર 455 કિમી સુધીની રેન્જ આપે છે. પોલોના આ ઇલેક્ટ્રિક મોડલને ત્રણ વર્ષ પહેલા પ્રદર્શિત કરાયેલા ID.2all કોન્સેપ્ટના પ્રોડક્શન વેરિઅન્ટ તરીકે તૈયાર કરવામાં આવ્યું છે.

ડિઝાઇનમાં નવો અંદાજ અને ગોલ્ફની ઝલક

ID. Poloની ડિઝાઇન મૂળ કોન્સેપ્ટ કારની ઘણી નજીક છે. તેની લંબાઈ 4,053 મીમી અને પહોળાઈ 1,816 મીમી છે, જે તેને સામાન્ય પોલો કરતા થોડી ટૂંકી પણ વધુ પહોળી બનાવે છે. કારના એક્સટીરિયરમાં 19-ઇંચના એલોય વ્હીલ્સ, હિડન રિયર ડોર હેન્ડલ્સ અને ક્લાસિક ગોલ્ફ કારથી પ્રેરિત સી-પિલર જોવા મળે છે. પાછળના ભાગમાં ગ્લાસ પેનલ સાથે જોડાયેલ હોરિઝોન્ટલ લાઇટ બાર અને પ્રીમિયમ ટ્રિમ્સમાં ઇલ્યુમિનેટેડ VW લોગો તેની સુંદરતામાં વધારો કરે છે.

પ્રીમિયમ ઇન્ટિરિયર અને હાઇ-ટેક ફિચર્સ

કારના ઇન્ટિરિયરમાં કંપનીએ મોટો ફેરફાર કરતા ફિઝિકલ બટન્સની વાપસી કરી છે. ક્લાઇમેટ કન્ટ્રોલ માટે અલગ બટન અને સ્ટિયરિંગ વ્હીલ પર ટચ પેડને બદલે ટ્રેડિશનલ સ્વિચ આપવામાં આવી છે. કેબિનમાં 13-ઇંચની મોટી ટચસ્ક્રીન અને 10-ઇંચનું ડિજિટલ ઇન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટર મળે છે. આ ઉપરાંત, વાયરલેસ ચાર્જિંગ, એમ્બિયન્ટ લાઇટિંગ અને હર્મન કાર્ડન ઓડિયો સિસ્ટમ જેવી સુવિધાઓ તેને લક્ઝરી અનુભવ આપે છે. આ કારમાં 441 લિટરની વિશાળ બૂટ સ્પેસ પણ મળે છે.

ઝડપી ચાર્જિંગ અને વેરિઅન્ટ્સ

ID. Polo બે બેટરી પેક વિકલ્પોમાં ઉપલબ્ધ હશે; 1. 37 kWh LFP પેક: જે 329 કિમીની રેન્જ આપે છે. 2. 52 kWh NMC પેક: જે 455 કિમીની રેન્જ આપે છે. ચાર્જિંગની વાત કરીએ તો, મોટી બેટરી માત્ર 24 મિનિટમાં 10 થી 80 ટકા સુધી ચાર્જ થઈ શકે છે. આ કાર Vehicle-to-Load (V2L) ટેકનોલોજીને પણ સપોર્ટ કરે છે, જેનો ઉપયોગ અન્ય ઇલેક્ટ્રિક ઉપકરણો ચલાવવા માટે થઈ શકે છે. કંપની આગામી સમયમાં તેનું વધુ પાવરફુલ GT ટ્રિમ મોડલ પણ લોન્ચ કરવાની યોજના ધરાવે છે.

વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો