ભારતીય માર્કેટમાં રોયલ એનફિલ્ડની સૌથી વધુ વેચાતી અને યુવાનોની ફેવરિટ બાઈક હંટર 350 હવે નવા અવતારમાં લોન્ચ થઈ છે. કંપનીએ 2026 ના અપડેટ તરીકે એક નવું વેરિઅન્ટ રજૂ કર્યું છે, જેને 'બેઝ પ્રીમિયમ' નામ આપવામાં આવ્યું છે. આ વેરિઅન્ટ ખાસ કરીને એવા ગ્રાહકો માટે છે જેઓ ઓછી કિંમતમાં આધુનિક ફીચર્સ મેળવવા માંગે છે.
બેઝ પ્રીમિયન્ટ વેરિઅન્ટનું આગમન અને કિંમત
રોયલ એનફિલ્ડ હંટર 350 નું નવું 'બેઝ પ્રીમિયમ' વેરિઅન્ટ હાલના બેઝ મોડલથી એક સ્ટેપ ઉપર છે. કંપનીએ તેની એક્સ-શોરૂમ કિંમત રૂ.1.50 લાખ નક્કી કરી છે. આ વેરિઅન્ટની સૌથી મોટી ખાસિયત એ છે કે હવે સસ્તા મોડલમાં પણ ગ્રાહકોને સ્પોક રિમના બદલે મજબૂત એલોય વ્હીલ્સ મળશે, જે ટ્યુબલેસ ટાયરની સુવિધા પણ પૂરી પાડે છે.
નવા ફીચર્સ અને ટેકનિકલ અપડેટ્સ
નવી હંટર 350 માં સુરક્ષા અને રાઈડિંગ ક્વોલિટી પર વિશેષ ધ્યાન આપવામાં આવ્યું છે. બાઈકમાં હવે સિંગલ-ચેનલ ABS અને ગિયર શિફ્ટિંગને સરળ બનાવવા માટે સ્લિપ-એન્ડ-આસિસ્ટ ક્લચ આપવામાં આવ્યો છે. આ ઉપરાંત, હેલોજન હેડલાઈટને નવી ડિઝાઈન સાથે અપડેટ કરવામાં આવી છે અને તેમાં રેટ્રો લુક જાળવી રાખવા માટે પ્રીમિયમ રોટરી સ્વિચગિયર સાથેનું ડિજિટલ-એનાલોગ ઇન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટર પણ સામેલ છે.
ડિઝાઇન અને કમ્ફર્ટમાં સુધારો
રોયલ એનફિલ્ડે રાઈડરના આરામ માટે સીટની ડિઝાઈનમાં પણ ફેરફાર કર્યો છે. નવી સ્પોર્ટી ગ્રેબ રેલ્સ માત્ર બાઈકનો લુક જ નથી વધારતી, પણ પાછળ બેસનાર વ્યક્તિ માટે વધુ સારી પકડ પણ આપે છે. શહેરના ટ્રાફિકમાં ચલાવવા માટે આ બાઈકને વધુ લવચીક અને સ્મૂધ બનાવવામાં આવી છે, જે તેને રોજિંદા વપરાશ માટે શ્રેષ્ઠ બનાવે છે.
આકર્ષક નવા કલર ઓપ્શન્સ
કલર સ્કીમની વાત કરીએ તો, ટોપ વેરિઅન્ટમાં બે નવા શાનદાર કલર્સ ઉમેરવામાં આવ્યા છે: મુંબઈ યેલો: આ રંગ મુંબઈની આધુનિક લાઈફસ્ટાઈલ, આર્ટ અને બોલીવુડની એનર્જીથી પ્રેરિત છે, જે યુવાનોમાં આકર્ષણનું કેન્દ્ર બનશે. મૂનશોટ વ્હાઇટ: આ એક ક્લાસિક વ્હાઇટ શેડ છે જે
વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો