ભારતીય ઓટોમોબાઈલ માર્કેટમાં સસ્તી અને ફીચર-લોડેડ એસયુવી (SUV) તરીકે જાણીતી નિસાન મેગ્નાઈટે હવે CNG સેગમેન્ટમાં મોટો ધડાકો કર્યો છે. કંપનીએ 2026 Nissan Magnite CNG AMT લોન્ચ કરી છે, જેની શરૂઆતી કિંમત માત્ર રૂ.6.89 લાખ રાખવામાં આવી છે. સીએનજી સાથે ઓટોમેટિક ટ્રાન્સમિશન (AMT) નો વિકલ્પ આપતા આ કાર હવે મારુતિ બ્રેઝા અને ટાટા પંચ જેવા સ્પર્ધકો માટે મોટો પડકાર બનશે.

વિવિધ વેરિઅન્ટ્સ અને કિંમત

બજારમાં આ કારના મુખ્ય ચાર વેરિઅન્ટ્સ ઉપલબ્ધ છે. આ ચાર વેરિઅન્ટ્સ અને તેની કિંમતોની વાત કરીએ તો, Acenta: રૂ.7.89 લાખ, N-Connecta: રૂ.8.51 લાખ, Tekna: રૂ.9.38 લાખ, Tekna+: રૂ.9.70 લાખ રૂપિયામાં ઉપલબ્ધ છે.

એન્જિન અને પરફોર્મન્સ

મેગ્નાઈટ સીએનજીમાં 1.0 લિટર નેચરલી એસ્પિરેટેડ પેટ્રોલ એન્જિન આપવામાં આવ્યું છે, જે 72 PS પાવર જનરેટ કરે છે. આમાં ફેક્ટરી ફિટેડ સીએનજી કિટનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત, નિસાન મેગ્નાઈટ લાઈનઅપમાં 1.0 લિટર ટર્બો પેટ્રોલ એન્જિનનો વિકલ્પ પણ મળે છે જે 100 PS પાવર આપે છે.

પ્રીમિયમ ફીચર્સની ભરમાર

નવી મેગ્નાઈટ માત્ર માઈલેજ જ નહીં પણ ફીચર્સમાં પણ શાનદાર છે, ડ્યુઅલ-ટોન કોપર અને બ્લેક લેઆઉટ સાથે લેધરેટ અપહોલ્સ્ટ્રી. 8-ઇંચની ટચસ્ક્રીન, 7-ઇંચનું ડિજિટલ ક્લસ્ટર અને 360-ડિગ્રી કેમેરા. ઇલેક્ટ્રિક સનરૂફ, વાયરલેસ ચાર્જર અને ચાર કલરની એમ્બિયન્ટ લાઇટિંગ. 6 એરબેગ્સ, ઈલેક્ટ્રોનિક સ્ટેબિલિટી કંટ્રોલ અને તમામ સીટ માટે 3-પોઈન્ટ સીટબેલ્ટ. કંપનીના દાવા મુજબ આ કાર પેટ્રોલ વેરિઅન્ટમાં 19.7 કિમી/લિટર સુધીની શાનદાર માઈલેજ આપે છે, જે સીએનજી મોડમાં વધુ કિફાયતી સાબિત થશે.

વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો