છેલ્લા 10 વર્ષોમાં ભારતીય ઓટોમોબાઈલ માર્કેટમાં SUV સેગમેન્ટે ખૂબ જ ઝડપી પ્રગતિ કરી છે. આજે મોટાભાગની કાર ઉત્પાદક કંપનીઓ સેડાન કે હેચબેક કારના બદલે SUVs બનાવવા પર વધુ ધ્યાન કેન્દ્રિત કરી રહી છે. ગ્રાહકોની બદલાતી પસંદગીને કારણે આ સેગમેન્ટ હાલમાં સૌથી વધુ લોકપ્રિય બન્યું છે.

સાચી ઓફ-રોડિંગ કારની ઓળખ

બજારમાં ઉપલબ્ધ મોટાભાગની એસયુવી વાસ્તવમાં ક્રોસઓવર હોય છે જે મોનોકોક પ્લેટફોર્મ પર બને છે. પરંતુ સાચી ઓફ-રોડિંગ માટે ખાસ પ્રકારની એસયુવી તૈયાર કરવામાં આવે છે, જે લેડર-ફ્રેમ ચેસિસ પર આધારિત હોય છે. આ ચેસિસ ગાડીને વધુ મજબૂત બનાવે છે, જેના કારણે તે કઠિન રસ્તાઓ પર સરળતાથી ચાલી શકે છે. આવનારા સમયમાં આવી જ ચાર શક્તિાળી SUVs લોન્ચ થવાની આશા છે.

મહિન્દ્રા સ્કોર્પિયો એન ફેસલિફ્ટ (Mahindra Scorpio N Facelift)

મહિન્દ્રા સ્કોર્પિયો એન એવા ગ્રાહકોમાં ખૂબ જ લોકપ્રિય છે જેઓ પ્રીમિયમ ફીચર્સ અને આરામદાયક ઈન્ટિરિયરની સાથે દમદાર લુક ઈચ્છે છે. કંપની હવે આ એસયુવીના ફેસલિફ્ટ વર્ઝન પર કામ કરી રહી છે અને તેના ટેસ્ટિંગ મોડલ્સ પણ ઘણી વખત રસ્તા પર જોવામાં આવ્યા છે.

સ્કોર્પિયો એન ફેસલિફ્ટમાં સંભવિત ફેરફારો

આ નવા ફેસલિફ્ટ મોડલમાં બહારની તરફ કેટલાક કોસ્મેટિક ફેરફારો જોવા મળશે, જેમાં નવી ડિઝાઈનના વ્હીલ્સ, રિડિઝાઈન કરેલા બમ્પર, નવી ગ્રિલ અને અપડેટેડ હેડલાઈટ્સ સામેલ હોઈ શકે છે. આ સિવાય કારના ઈન્ટિરિયરમાં 'રોક્સ' (Roxx) જેવી મોટી ટચસ્ક્રીન અને વધુ વેરિઅન્ટ્સમાં લેવલ 2 ADAS મળવાની સંભાવના છે.

મહિન્દ્રા સ્કોર્પિયો ક્લાસિક (Mahindra Scorpio Classic)

સ્કોર્પિયો એક એવું મોડલ છે જેણે ભારતીય બજારમાં મહિન્દ્રા કંપનીની કિસ્મત બદલી નાખી છે. આ જ કારણે કંપની સ્કોર્પિયો એન લોન્ચ કર્યા પછી પણ સ્કોર્પિયો ક્લાસિકનું વેચાણ ચાલુ રાખી રહી છે. આ ઓરિજિનલ સ્કોર્પિયોને પણ આ વર્ષે નવો અપડેટ મળી શકે છે.

સ્કોર્પિયો ક્લાસિકમાં નવા ફીચર્સ

ગ્રાહકો સ્કોર્પિયો ક્લાસિકને તેના બોલ્ડ લુક માટે પસંદ કરે છે, તેથી મહિન્દ્રા તેની મૂળ ડિઝાઇનમાં કોઈ મોટો ફેરફાર નહીં કરે. જો કે, તેમાં સામાન્ય કોસ્મેટિક અપડેટ્સની સાથે કેબિનની અંદર વધુ સારા રિઝોલ્યુશનવાળી નવી ટચસ્ક્રીન ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ અને નવી ઇન્ટિરિયર કલર થીમ આપવામાં આવી શકે છે.

નેક્સ્ટ જનરેશન ટોયોટા ફોર્ચ્યુનર (Next-Gen Toyota Fortuner)

ટોયોટાની નેક્સ્ટ જનરેશન ફોર્ચ્યુનરની ભારતમાં આતુરતાથી રાહ જોવાઈ રહી છે. આ દમદાર એસયુવી આ વર્ષે તહેવારોની સીઝન આસપાસ અથવા 2027ની શરૂઆતમાં લોન્ચ થાય તેવી શક્યતા છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, નવી ફોર્ચ્યુનરમાં અપડેટેડ IMV લેડર-ફ્રેમ પ્લેટફોર્મનો ઉપયોગ કરવામાં આવશે.

નવી ફોર્ચ્યુનરની ડિઝાઈન અને એન્જિન

લુકની વાત કરીએ તો, આ એસયુવીમાં નવી એલઇડી હેડલાઇટ્સ, આકર્ષક ફ્રન્ટ ફેસિયા અને નવું બમ્પર જોવા મળશે, જ્યારે કેબિનને વધુ પ્રીમિયમ લેઆઉટ આપવામાં આવશે. એન્જિનમાં કોઈ ફેરફાર વગર 2.7-લીટર પેટ્રોલ અને 2.8-લીટર ડીઝલ માઇલ્ડ-હાઇબ્રિડ એન્જિનના ઓપ્શન્સ મળતા રહેશે.

વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો