ભારતીય બજારમાં પ્રીમિયમ SUV સેગમેન્ટમાં પોતાની પકડ મજબૂત કરવા માટે એક નવું 'ટ્રેક એડિશન' લોન્ચ કરવામાં આવ્યું છે. આ નવી SUV તેના આકર્ષક લુક અને આધુનિક ફીચર્સ સાથે ટોયોટા ફોર્ચ્યુનર જેવી દિગ્ગજ કારોને ટક્કર આપવા માટે તૈયાર છે. આ સ્પેશિયલ એડિશનની શરૂઆતી કિંમત રૂ.35.95 લાખ (એક્સ-શોરૂમ) રાખવામાં આવી છે, જ્યારે તેનું પાવરફુલ 4×4 વેરિઅન્ટ રૂ.37.82 લાખમાં ઉપલબ્ધ થશે. નોંધનીય છે કે ગ્રાહકોએ રૂ.9,200નો AXS પેક અલગથી લેવો પડશે.
કેબિનમાં મોટા ફેરફાર અને આરામદાયક સવારી
આ નવા એડિશનમાં સૌથી મોટો ફેરફાર ગ્રાહકોની માંગને ધ્યાનમાં રાખીને બીજી હરોળની (Second Row) સીટોમાં કરવામાં આવ્યો છે. હવે બીજી હરોળની સીટોને 140 mm સુધી આગળ-પાછળ ખસેડી શકાશે. આ ફેરફારને કારણે ત્રીજી હરોળમાં બેસનારા મુસાફરોને અંદર-બહાર આવવામાં સરળતા રહેશે અને લેગ-રૂમ પણ જરૂરિયાત મુજબ એડજસ્ટ કરી શકાશે.













