હ્યુન્ડાઈ મોટર્સ દ્વારા ભારતીય બજારમાં તેની લોકપ્રિય સેડાન Vernaનું 2026 મોડલ સત્તાવાર રીતે લોન્ચ કરવામાં આવ્યું છે. આ નવા અપડેટમાં કંપનીએ કારની ડિઝાઇન અને ઇન્ટિરિયરમાં આધુનિક ફેરફારો કર્યા છે. આ વખતે વેરિઅન્ટ્સના નામ બદલીને 'HX' શ્રેણી રાખવામાં આવી છે. કારની એક્સ-શોરૂમ કિંમત રૂ10.98 લાખથી શરૂ થઈને રૂ18.25 લાખ સુધી નક્કી કરવામાં આવી છે.
એન્જિન અને પાવરફોર્મન્સ
નવી વર્નામાં બે પેટ્રોલ એન્જિનના વિકલ્પો આપવામાં આવ્યા છે. પહેલું 1.5 લિટર નેચરલી એસ્પિરેટેડ પેટ્રોલ એન્જિન (115 hp) છે, જે શહેરના રસ્તાઓ માટે અનુકૂળ છે. બીજું 1.5 લિટર ટર્બો પેટ્રોલ એન્જિન (160 hp) છે, જે વધુ પાવર અને ઝડપ આપે છે. ટ્રાન્સમિશન માટે 6-સ્પીડ મેન્યુઅલ ઉપરાંત, એન્જિન મુજબ CVT અને 7-સ્પીડ DCT ઓટોમેટિક ગિયરબોક્સના વિકલ્પો ઉપલબ્ધ છે.
બજેટ અને મિડ-રેન્જ વેરિઅન્ટ્સ (HX2, HX4, HX6)
બેઝ વેરિઅન્ટ HX2 માં 6 એરબેગ્સ અને હિલ સ્ટાર્ટ આસિસ્ટ જેવી પાયાની સુરક્ષા મળે છે. મિડ-રેન્જ HX4 માં સનરૂફ, 8-ઇંચની ટચસ્ક્રીન અને વાયરલેસ કનેક્ટિવિટી જેવી સુવિધાઓ ઉમેરાય છે. જ્યારે HX6 વેરિઅન્ટમાં રિયર કેમેરા, ફ્રન્ટ પાર્કિંગ સેન્સર અને એમ્બિયન્ટ લાઇટિંગ જેવા પ્રીમિયમ ફીચર્સ આપવામાં આવ્યા છે.
વર્કિંગ ક્લાસ માટે શ્રેષ્ઠ: HX6+ વેરિઅન્ટ
જે ગ્રાહકો લક્ઝરી અને બજેટનું સંતુલન ઈચ્છે છે તેમના માટે HX6+ વેરિઅન્ટ સૌથી શ્રેષ્ઠ છે. આ વેરિઅન્ટમાં પ્રીમિયમ Bose સાઉન્ડ સિસ્ટમ અને વેન્ટિલેટેડ ફ્રન્ટ સીટ્સ મળે છે, જે લાંબી મુસાફરીને અત્યંત આરામદાયક બનાવે છે. આ ફીચર્સને કારણે તેને આ શ્રેણીનું સૌથી વધુ 'વેલ્યુ-ફોર-મની' મોડલ માનવામાં આવે છે.
હાઈ-ટેક સેફ્ટી અને ટોપ મોડલ્સ (HX8, HX10)
ટોપ-એન્ડ વેરિઅન્ટ્સ HX8 અને HX10 માં અત્યાધુનિક ટેકનોલોજીનો સમાવેશ થાય છે. તેમાં ADAS (Advanced Driver Assistance System), 360-ડિગ્રી કેમેરા, ડેશકેમ અને 10.25-ઇંચની મોટી ડિસ્પ્લે જેવી સુવિધાઓ મળે છે. આ વેરિઅન્ટ્સ ખાસ કરીને એવા ગ્રાહકો માટે છે જેઓ સુરક્ષા અને ટેકનોલોજી સાથે કોઈ બાંધછોડ કરવા માંગતા નથી.
વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો