ભારતીય ઓટોમોબાઈલ માર્કેટમાં સ્વદેશી ઈલેક્ટ્રિક કારોની લોકપ્રિયતા આસમાને પહોંચી રહી છે, જ્યાં મહિન્દ્રાની ઈલેક્ટ્રિક ઓરિજિન SUV રેન્જે માત્ર એક વર્ષમાં 50,000 યુનિટ્સના વેચાણનો આંકડો પાર કરીને ઈતિહાસ રચ્યો છે. માર્ચ 2025માં લોન્ચ થયેલી આ શ્રેણીએ ખૂબ જ ટૂંકા ગાળામાં ગ્રાહકોના દિલ જીતી લીધા છે, જેના પરિણામે હવે આ સેગમેન્ટમાં ટાટા મોટર્સ અને મહિન્દ્રા વચ્ચે જોરદાર ટક્કર જોવા મળી રહી છે. આ સફળતામાં મુખ્યત્વે BE 6, XEV 9e અને XEV 9S જેવા અત્યાધુનિક મોડલ્સે મહત્વની ભૂમિકા ભજવી છે, જેણે ઈલેક્ટ્રિક વ્હીકલ માર્કેટમાં મહિન્દ્રાની સ્થિતિ મજબૂત કરી છે.
લોન્ચિંગ સાથે વેચાણમાં જોરદાર ઉછાળો
વેચાણના આંકડાઓની વાત કરીએ તો, કંપનીની પ્રગતિની ગતિ અત્યંત ઝડપી રહી છે. નવેમ્બર 2025 સુધીમાં મહિન્દ્રાએ 30,000 યુનિટ્સનું વેચાણ કર્યું હતું, જે લોન્ચિંગના માત્ર 7 મહિનામાં હાંસલ થયું હતું. તે સમયે પોર્ટફોલિયોમાં મુખ્યત્વે Mahindra BE 6 અને XEV 9e સામેલ હતા, પરંતુ ત્યારબાદ XEV 9S ના લોન્ચિંગ સાથે વેચાણમાં જોરદાર ઉછાળો આવ્યો અને આ આંકડો ઝડપથી 50,000ને પાર કરી ગયો. આ ગ્રોથ દર્શાવે છે કે ભારતીય ગ્રાહકો હવે પરંપરાગત ઈંધણના બદલે ઈલેક્ટ્રિક વાહનો પર વધુ ભરોસો કરી રહ્યા છે.
