ટાટા મોટર્સે ભારતીય ઓટોમોબાઈલ માર્કેટમાં પોતાની પકડ મજબૂત કરવા માટે ફ્લેગશિપ ઇલેક્ટ્રિક SUV Harrier EVનું નવું અને વધુ સસ્તું AWD (All-Wheel Drive) વેરિએન્ટ લોન્ચ કર્યું છે. કંપનીએ નવું Fearless+ QWD 75 વેરિએન્ટ રજૂ કર્યું છે, જેની એક્સ-શોરૂમ કિંમત રૂ.26.49 લાખ નક્કી કરવામાં આવી છે. આ નવું મોડલ તેના ટોપ-એન્ડ વેરિએન્ટ 'Empowered QWD 75' (કિંમત રૂ.28.99 લાખ) કરતા અંદાજે રૂ.2.50 લાખ સસ્તું છે. આ કિંમતના ઘટાડા સાથે હવે ગ્રાહકો પાસે AWD ટેકનોલોજીમાં બે મજબૂત વિકલ્પો ઉપલબ્ધ બન્યા છે.
પાવરફુલ બેટરી પેક અને શાનદાર રેન્જ
2026 ટાટા હેરિયર EV Fearless+ 75માં 75kWhની LFP બેટરી આપવામાં આવી છે, જે ડ્યુઅલ મોટર સેટઅપ સાથે આવે છે. આ મોટર 313bhpનો પાવર અને 504Nmનો ટોર્ક જનરેટ કરવાની ક્ષમતા ધરાવે છે. પર્ફોર્મન્સની વાત કરીએ તો, 'બૂસ્ટ મોડ'માં આ SUV માત્ર 6.3 સેકન્ડમાં 0 થી 100 કિમી/કલાકની ઝડપ પકડી શકે છે. કંપનીના દાવા મુજબ, આ વેરિએન્ટ સિંગલ ચાર્જ પર 622 કિમી (AWD) ની પ્રભાવશાળી રેન્જ આપે છે. ચાર્જિંગ માટે 120kW DC ફાસ્ટ ચાર્જરનો ઉપયોગ કરીને તેને માત્ર 25 મિનિટમાં 20% થી 80% સુધી ચાર્જ કરી શકાય છે.













