ભારતમાં છેલ્લા કેટલાક વર્ષોથી SUVનો ક્રેઝ ઝડપી ગતિએ વધ્યો છે. કાર ખરીદતા પહેલા ઘણા ગ્રાહકોના મનમાં અત્યાર સુધીથી ચાલતો પ્રશ્ન – હેચબેક કે SUV? – હવે સેલ્સ રિપોર્ટ્સ જ તેનો જવાબ આપી દે છે. ઓક્ટોબર 2025ના વેચાણના આંકડા બતાવે છે કે SUV સેગમેન્ટ હવે ભારતીય બજારમાં રાજ કરી રહ્યું છે. આ મહિનાની ટોપ 25 બેસ્ટ-સેલિંગ કારોમાંથી 16 SUV સામેલ રહી. જે SUVની લોકપ્રિયતાનું સૌથી મોટું પ્રમાણ છે.
મોટાભાગના ગ્રાહકોની પ્રથમ પસંદગી SUV
વિશેષ રસની વાત તો એ છે કે ટોપ 25 લિસ્ટમાં માત્ર 1 સેડાન, 3 MPV, 4 હેચબેક, અને 1 વૈન સ્થાન મેળવી શકી. બાકી તમામ સ્થાન SUVએ કબજે કર્યા. આ બધામાં Tata Nexon સૌથી વધુ વેચાતી કાર બની અને SUV સેગમેન્ટની મજબૂત સ્થિતિ વધુ સ્પષ્ટ થઈ. Nexonની લોકપ્રિયતા એ વાત સાબિત કરે છે કે કોમ્પેક્ટ SUV હવે મોટાભાગના ગ્રાહકોની પ્રથમ પસંદગી બની ગઈ છે.
ટોપ 10માં SUVનો જોરદાર દબદબો
ઓક્ટોબર 2025ની ટોપ 25 લિસ્ટમાં ટોપ 10 કારોની સ્થિતિ પણ SUVના વધતા પ્રભાવને દર્શાવે છે. Tata Nexonએ 22,083 યુનિટની ધમાકેદાર સેલ સાથે પ્રથમ ક્રમ મેળવ્યું. તેમજ ટોપ 10માં SUV ઉપરાંત વધુ કેટલીક કારોએ પણ સ્થાન મેળવ્યું છે, જેમાં Maruti Dzire – ટોપ 10માં સ્થાન મેળવનારી એકમાત્ર સેડાન, Maruti Ertiga – સૌથી વધુ વેચાતી MPV, Hyundai Creta, Mahindra Scorpio, Maruti Fronx, Tata Punch – SUV સેગમેન્ટની મજબૂત હાજરી દર્શાવે છે, WagonR, Baleno, Swift – હેચબેક સેગમેન્ટની અસરકારક ઉપસ્થિતિ દર્શાવે છે. આ આંકડાઓ દર્શાવે છે કે SUV સાથે હેચબેક પણ હજુ પોતાની જગ્યા જાળવી રાખે છે. પરંતુ SUVના ફેવરિટ બનવાના ટ્રેન્ડમાં ઘટાડો જોવા મળતો નથી.
ટોપ 20 સુધી SUVનો પ્રભાવ યથાવત
11થી 20 રેંક સુધીની યાદીમાં પણ SUVએ જ દબદબો જાળવી રાખ્યો. Mahindra Bolero, Maruti Victorious, Kia Sonet, Mahindra XUV 3XO, Maruti Brezza, Mahindra Thar, અને Hyundai Venue જેવી કારોએ ગ્રાહકો વચ્ચે મજબૂત પકડ જાળવી.
ટોપ 25માં અન્ય કારોની હાલત
ટોપ 20 પછીની લિસ્ટમાં પણ SUV અને હેચબેક સેગમેન્ટનું જ પ્રભુત્વ રહ્યું. Maruti Grand Vitara, Mahindra XUV700, Kia Seltos જેવી SUVઓએ પોતાના સ્થાનને વધુ મજબુત બનાવ્યું. બીજી તરફ Tata Tiago હેચબેક સેગમેન્ટમાં ગ્રાહકોની પ્રથમ પસંદ રહી. Kia Carensએ MPV સેગમેન્ટમાં સારું પ્રદર્શન કર્યું. સામાન્ય રીતે જોઈએ તો ઓક્ટોબર 2025નો રિપોર્ટ સ્પષ્ટ કહે છે કે ભારતીય ખરીદદારો SUVને પહેલાં કરતા વધારે પસંદ કરી રહ્યા છે અને આવનારા સમયમાં આ ટ્રેન્ડ વધુ મજબૂત બનવાની પૂરી શક્યતા છે.