ટાટા મોટર્સે ભારતીય ઓટોમોબાઈલ માર્કેટમાં પોતાની લોકપ્રિય એસયુવી (SUV) Tata Harrier અને Tata Safari ના પેટ્રોલ વેરિઅન્ટ લોન્ચ કરીને ગ્રાહકોને મોટી ભેટ આપી છે. અત્યાર સુધી આ બંને ગાડીઓ માત્ર ડીઝલ એન્જિનમાં જ ઉપલબ્ધ હતી, પરંતુ હવે પેટ્રોલ વિકલ્પ આવતા ગ્રાહકો પાસે વધુ પસંદગી રહેશે.
કિંમત અને એન્જિન પાવર
Tata Harrier પેટ્રોલની એક્સ-શોરૂમ કિંમત રૂ.12.89 લાખથી શરૂ થાય છે, જ્યારે Tata Safari પેટ્રોલની કિંમત રૂ. 13.29 લાખથી શરૂ થાય છે. આ બંને એસયુવીમાં નવું 1.5 લિટર Hyperion Turbo-GDi પેટ્રોલ એન્જિન આપવામાં આવ્યું છે, જે 170 PS પાવર અને 280 Nm ટોર્ક જનરેટ કરે છે. તે મેન્યુઅલ અને ઓટોમેટિક એમ બંને ગિયરબોક્સ સાથે ઉપલબ્ધ છે.
વધારે સ્મૂધ પરફોર્મન્સ અને રેકોર્ડ બ્રેકિંગ માઈલેજ
નવા પેટ્રોલ એન્જિન સાથે હેરિયર અને સફારીની ડ્રાઈવિંગ ક્વોલિટી પહેલા કરતા વધુ સ્મૂધ બની છે. એન્જિનનો અવાજ (Noise) અને ધ્રુજારી (Vibration) પણ ઓછી થઈ છે. નોંધનીય છે કે Tata Harrier પેટ્રોલે 12 કલાકની સતત ડ્રાઈવમાં શાનદાર માઈલેજ આપીને India Book of Records માં પોતાનું નામ નોંધાવ્યું છે.
પ્રીમિયમ ફીચર્સ અને ટેકનોલોજી
આ બંને એસયુવી અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ છે: 31.24 સેમી ટચસ્ક્રીન ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ અને ડોલ્બી એટમોસ સાઉન્ડ. ઇનબિલ્ટ ડેશકેમ સાથે ડિજિટલ રિયર-વ્યુ મિરર. કનેક્ટેડ કાર ટેકનોલોજી અને વોઈસ કમાન્ડ નેવિગેશન. સ્લાઈડિંગ ફ્રન્ટ આર્મરેસ્ટ જેવી સુવિધાઓ.
સેફ્ટીમાં પણ નંબર-1
ટાટા હંમેશા સેફ્ટી માટે જાણીતું છે. Harrier અને Safari પેટ્રોલના તમામ વેરિઅન્ટ્સને Bharat NCAP તરફથી 5-સ્ટાર સેફ્ટી રેટિંગ મળ્યું છે. આ ઉપરાંત, તેમાં Level-2 ADAS સિસ્ટમ આપવામાં આવી છે, જેમાં 22 થી વધુ સુરક્ષા ફીચર્સનો સમાવેશ થાય છે.
વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો