ટાટા મોટર્સની સૌથી નાની SUV 'ટાટા પંચ' (Tata Punch) ભારતીય ઓટોમોબાઈલ માર્કેટમાં ઈતિહાસ રચી રહી છે. લોન્ચ થયાના માત્ર 5 વર્ષમાં જ 7 લાખથી વધુ વેચાણનો આંકડો પાર કરી પંચ ભારતની સૌથી ઝડપી વેચાતી કાર બની ગઈ છે. જાન્યુઆરી 2025 માં 5 લાખના આંકડા પછી, માત્ર એક વર્ષમાં વધુ 2 લાખ યુનિટ્સ વેચાયા છે. હવે કંપનીએ નવા અવતારમાં ટાટા પંચ 2026 ફેસલિફ્ટ રજૂ કરી છે, જેની ડિલિવરી દેશભરમાં શરૂ થઈ ગઈ છે.

પાવરફુલ એન્જિન અને પર્ફોર્મન્સ

નવી ટાટા પંચમાં સૌથી મોટો અપડેટ નેક્સન (Nexon) માંથી લેવામાં આવેલ 1.2 લિટર ટર્બો પેટ્રોલ એન્જિન છે. આ એન્જિન 120 bhp પાવર અને 170 Nm ટોર્ક જનરેટ કરે છે, જે માત્ર 11.1 સેકન્ડમાં 0 થી 100 કિમીની ઝડપ પકડી શકે છે. આ સિવાય 1.2 લિટર નેચરલી એસ્પિરેટેડ પેટ્રોલ અને ડ્યુઅલ-સિલિન્ડર ટેકનોલોજી સાથે CNG વિકલ્પ પણ ઉપલબ્ધ છે.

કિંમત અને વેરિએન્ટ્સ

ટાટા પંચ કુલ 8 વેરિએન્ટ્સમાં (સ્માર્ટ, પ્યોરથી લઈને અકમ્પ્લિશ્ડ+ S) ઉપલબ્ધ છે. એન્ટ્રી લેવલ: ₹5.59 લાખ (એક્સ-શોરૂમ), ટોપ વેરિએન્ટ: ₹10.54 લાખ (CNG-AMT), ટર્બો પેટ્રોલ: ₹8.29 લાખથી શરૂ.

હાઈ-ટેક ફીચર્સ અને સેફ્ટી

નવી 2026 ફેસલિફ્ટમાં લાઈટવાળા લોગો સાથેનું નવું ટુ-સ્પોક સ્ટીયરિંગ વ્હીલ, 360-ડિગ્રી કેમેરા, 8-સ્પીકર ઓડિયો સિસ્ટમ અને 7-ઇંચનું ડિજિટલ ડ્રાઈવર ડિસ્પ્લે આપવામાં આવ્યું છે. સલામતી માટે હવે તેમાં સ્ટાન્ડર્ડ તરીકે 6 એરબેગ્સ, ટાયર પ્રેશર મોનિટરિંગ સિસ્ટમ (TPMS), ઇલેક્ટ્રોનિક સ્ટેબિલિટી પ્રોગ્રામ (ESP) અને તમામ પેસેન્જરો માટે થ્રી-પોઈન્ટ સીટ બેલ્ટ જેવી સુવિધાઓ મળે છે.

વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો