ભારતીય બજારમાં એક શ્રેષ્ઠ લક્ઝરી MPV તરીકે જાણીતી આ કાર મોટા પરિવારો માટે પહેલી પસંદ બની રહી છે. વિશાળ ઇન્ટિરિયર અને 5-સ્ટાર સેફ્ટી રેટિંગ સાથે આવતી આ ગાડી હવે પહેલા કરતા વધુ કિફાયતી અને હાઈ-ટેક બની ગઈ છે.
પાવરફુલ એન્જિન અને પર્ફોર્મન્સ
આ ગાડી બે પાવરફુલ એન્જિન વિકલ્પોમાં ઉપલબ્ધ છે. જેમાં પ્રથમ 2.0-લીટર પેટ્રોલ એન્જિન છે, જે 173 bhp પાવર અને 209 Nm ટોર્ક જનરેટ કરે છે. જ્યારે બીજો વિકલ્પ 2.0-લીટર સ્ટ્રોંગ હાઈબ્રિડ એન્જિનનો છે. આ હાઈબ્રિડ ટેકનોલોજી પેટ્રોલ અને ઈલેક્ટ્રિક એમ બંને મોડ પર કામ કરે છે, જે શહેર અને હાઈવે બંને પર સ્મૂધ ડ્રાઈવિંગનો અનુભવ આપે છે.
શાનદાર માઈલેજ અને રેન્જ
જો તમે લાંબી મુસાફરીના શોખીન હોવ તો આ કાર તમારા માટે આશીર્વાદરૂપ છે. તેનું પેટ્રોલ વેરિઅન્ટ 16.13 kmpl નું માઈલેજ આપે છે, જ્યારે હાઈબ્રિડ વેરિઅન્ટ 23.24 kmpl (ARAI પ્રમાણિત) સુધીની શાનદાર એવરેજ આપે છે. સૌથી ખાસ વાત એ છે કે, આ કારની ફુલ ટેન્ક કરાવ્યા બાદ તમે અંદાજે 1200 કિલોમીટર સુધીની મુસાફરી નિશ્ચિંત થઈને કરી શકો છો.
પ્રીમિયમ ફીચર્સ અને ટેકનોલોજી
પરિવારની સુવિધા માટે આ કારનું કેબિન અત્યંત વિશાળ અને આધુનિક છે. મનોરંજન માટે તેમાં 10.1-ઈંચની ટચસ્ક્રીન ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ આપવામાં આવી છે, જે વાયરલેસ Apple CarPlay અને Android Auto ને સપોર્ટ કરે છે. મુસાફરી દરમિયાન સંગીતનો આનંદ લેવા માટે 9-સ્પીકર વાળી JBL ઓડિયો સિસ્ટમ અને સબવૂફર પણ ઉપલબ્ધ છે. આ ઉપરાંત, Toyota i-CONNECT ફીચર કારને વધુ સ્માર્ટ બનાવે છે.
કિંમત અને સ્પર્ધા
કિંમતની વાત કરીએ તો, દિલ્હીમાં તેની એક્સ-શોરૂમ કિંમત 18.48 લાખ રૂપિયાથી શરૂ થાય છે. તેનું પ્રીમિયમ VX હાઈબ્રિડ વેરિઅન્ટ 31.65 લાખ રૂપિયાથી શરૂ થાય છે, જ્યારે ટોપ મોડલ ZX(O) હાઈબ્રિડની કિંમત 37.38 લાખ રૂપિયા સુધી જાય છે. બજારમાં આ ગાડીની મુખ્ય ટક્કર Mahindra XUV700, Tata Safari અને Kia Carens જેવી જાણીતી એસયુવી અને એમપીવી સાથે છે.
વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો