હુન્ડાઈએ વૈશ્વિક સ્તરે પોતાની લોકપ્રિય પ્રીમિયમ હેચબેક Hyundai i20 ની ચોથી જનરેશન પરથી પડદો ઉઠાવી લીધો છે. કંપનીએ સૌથી પહેલા આ કારને બ્રાઝિલના માર્કેટમાં રજૂ કરી છે. ભારતીય ઓટોમોબાઈલ બજારમાં આ હાઈટેક અને ફીચર-લોડેડ કાર વર્ષ 2027 ની આસપાસ લોન્ચ થવાની સંભાવના છે, જે પ્રીમિયમ હેચબેક સેગમેન્ટમાં નવો રોમાંચ લાવશે.


પ્રીમિયમ ડિઝાઇન અને મોર્ડન લુક

આ નવી કારને સંપૂર્ણપણે નવો અને આકર્ષક લુક આપવામાં આવ્યો છે. તેમાં કનેક્ટેડ LED હેડલેમ્પ્સ, મોટી ફ્રન્ટ ગ્રિલ, 17-ઇંચના ડ્યુઅલ-ટોન એલોય વ્હીલ્સ અને પાછળના ભાગમાં કનેક્ટેડ LED ટેલલેમ્પ આપવામાં આવ્યા છે. આ નવું બોક્સી આઉટલાઇન અને આધુનિક ડિઝાઇન કારને રસ્તા પર પહેલા કરતાં વધુ પ્રીમિયમ અને મજબૂત લુક આપે છે.

હાઇટેક ઇન્ટિરિયર અને અદ્યતન ફીચર્સ

નવી i20 નું કેબિન ગ્રાહકોને લક્ઝરી અનુભવ કરાવશે. તેમાં 12.3-ઇંચની બે કર્વ્ડ સ્ક્રીન (ઇન્ફોટેનમેન્ટ અને ડિજિટલ ક્લસ્ટર) આપવામાં આવી છે. આ સિવાય વાયરલેસ એન્ડ્રોઇડ ઓટો અને એપલ કારપ્લે, વાયરલેસ ચાર્જિંગ, નવું ફ્લેટ-બોટમ સ્ટીયરિંગ વ્હીલ અને કનેક્ટેડ કાર ટેક્નોલોજી જેવા પ્રીમિયમ ફીચર્સ ઇન્ટિરિયરને શાનદાર બનાવે છે.

સેફ્ટી અને એન્જિન વિકલ્પો

સુરક્ષા માટે આ કારમાં લેવલ 2 ADAS ટેક્નોલોજી આપવામાં આવી છે, જે ડ્રાઇવિંગને વધુ સુરક્ષિત બનાવશે. આ સિવાય 6 એરબેગ્સ, ચારેય વ્હીલમાં ડિસ્ક બ્રેક અને ઇલેક્ટ્રોનિક સ્ટેબિલિટી કંટ્રોલ જેવા ફીચર્સ છે. ભારતીય મોડલમાં વર્તમાન 1.2-લીટર પેટ્રોલ અને 1.0-લીટર ટર્બો પેટ્રોલ એન્જિનના વિકલ્પો ચાલુ રાખવામાં આવે તેવી પૂરેપૂરી શક્યતા છે.

વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો



  • Follow us on: