ભારતીય બજારમાં હાલમાં માત્ર એક જ મોડલ વેચી રહેલી નિસાન મોટર ઇન્ડિયાએ તેની કારની કિંમતોમાં વધારો કરવાની જાહેરાત કરી છે. ઇનપુટ ખર્ચમાં સતત થઈ રહેલા વધારાને કારણે કંપનીએ આ નિર્ણય લીધો છે.

કિંમતોમાં કેટલો વધારો થશે?

નિસાનના જણાવ્યા અનુસાર 1 જાન્યુઆરી 2026 થી તેની પ્રોડક્ટ રેન્જમાં 3 ટકા સુધીનો વધારો કરવામાં આવશે. હાલમાં નિસાનની એકમાત્ર એસયુવી 'મેગ્નાઈટ' બજારમાં ઉપલબ્ધ છે. જેની વર્તમાન એક્સ-શોરૂમ કિંમત રૂ.5.62 લાખથી રૂ.10.76 લાખની વચ્ચે છે. જાન્યુઆરીથી આ કિંમતોમાં અંદાજે રૂ.17,000થી રૂ.32,000 સુધીનો વધારો થઈ શકે છે.

આગામી વર્ષે નિસાન લોન્ચ કરશે 3 નવી SUV

માત્ર કિંમત વધારો જ નહીં, નિસાન ભારતમાં મોટા ધડાકા કરવાની તૈયારીમાં છે. કંપની 2026 માં ત્રણ નવી ગાડીઓ લોન્ચ કરવાની યોજના ધરાવે છે: નિસાન ગ્રેવિટ (Gravite): આ એક કોમ્પેક્ટ MPV હશે જે માર્ચ 2026 સુધીમાં લોન્ચ થઈ શકે છે. તે રેનો ટ્રાઈબર પર આધારિત હશે. નિસાન ટેક્ટન (Tekton): ફેબ્રુઆરી 2026 માં કંપની હ્યુન્ડાઈ ક્રેટાને ટક્કર આપવા માટે 'ટેક્ટન' એસયુવી રજૂ કરશે. 7-સીટર SUV: 2027 માં ટેક્ટન પ્લેટફોર્મ પર આધારિત 7-સીટર એસયુવી પણ બજારમાં આવશે.

અન્ય કંપનીઓ પણ વધારશે ભાવ

માત્ર નિસાન જ નહીં, પરંતુ મર્સિડીઝ-બેન્ઝ, BYD અને MG જેવી દિગ્ગજ કંપનીઓએ પણ ઇનપુટ કોસ્ટ અને એક્સચેન્જ રેટને કારણે કિંમતો વધારવાના સંકેત આપ્યા છે. જો તમે નવી કાર લેવાનું વિચારી રહ્યા હોવ, તો 31 ડિસેમ્બર પહેલા બુકિંગ કરાવવું ફાયદાકારક સાબિત થઈ શકે છે.

વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો