ભારતીય ઓટોમોબાઈલ માર્કેટમાં 7-સીટર કારોની લોકપ્રિયતા સતત વધી રહી છે. વધતા જતા પરિવાર અને લાંબી મુસાફરીને ધ્યાનમાં રાખીને લોકો હવે એવા વાહનોને પસંદ કરી રહ્યા છે, જેમાં વધુ લોકોના બેસવાની સુવિધા સાથે સામાન રાખવા માટે પણ પૂરતી જગ્યા મળી રહે. સારી વાત એ છે કે હવે 7-સીટર કાર ખરીદવા માટે બહુ મોટા બજેટની જરૂર નથી. અંદાજે 10 લાખ રૂપિયાની આસપાસ ઘણા એવા શાનદાર ઓપ્શન ઉપલબ્ધ છે, જે ફીચર્સ, સ્પેસ અને પાવરફુલ એન્જિનનું ઉત્તમ સંતુલન પૂરું પાડે છે.
મારુતિ સુઝુકી અર્ટિગા (Maruti Suzuki Ertiga)
આ બજેટમાં સૌથી લોકપ્રિય નામ મારુતિ સુઝુકી અર્ટિગાનું છે. આ MPV તેની મોટી કેબિન, ઉત્તમ માઇલેજ અને લો-મેઇન્ટેનન્સ કોસ્ટ (ઓછા સર્વિસ ખર્ચ)ના કારણે પરિવારોમાં ખૂબ જ ફેમસ છે. સિટી હોય કે હાઇવે, અર્ટિગા આરામદાયક સફરનો અનુભવ આપવા માટે જાણીતી છે. આ સિવાય દેશભરમાં મારુતિનું મજબૂત સર્વિસ નેટવર્ક ગ્રાહકોને ચિંતામુક્ત રાખે છે. મારુતિ સુઝુકી અર્ટિગાની કિંમત રૂ.8.80 લાખથી શરૂ થઈને રૂ.12.94 લાખ (એક્સ-શોરૂમ) સુધી જાય છે.
મહિન્દ્રા બોલેરો (Mahindra Bolero)
જો તમે મજબૂત બોડી અને ખરાબ રસ્તાઓ પર શાનદાર પરફોર્મન્સ આપનારી ગાડી ઈચ્છો છો, તો મહિન્દ્રા બોલેરો એક બેસ્ટ ઓપ્શન છે. વર્ષોથી ભારતીય બજારમાં રાજ કરનારી બોલેરો ગ્રામીણ વિસ્તારોની સાથે નાના શહેરોમાં પણ ખૂબ પસંદ કરવામાં આવે છે. તેની ટકાઉ બનાવટ અને ઊંચું ગ્રાઉન્ડ ક્લિયરન્સ તેને મુશ્કેલ રસ્તાઓ માટે પરફેક્ટ બનાવે છે. મહિન્દ્રા બોલેરોની કિંમત (એક્સ-શોરૂમ) અંદાજે રૂ.8.00 લાખથી શરૂ થઈને રૂ.9.90 લાખ સુધી જાય છે.
મહિન્દ્રા બોલેરો નિયો (Mahindra Bolero Neo)
મહિન્દ્રા બોલેરો નિયો પણ ગ્રાહકોને પ્રોપર SUV જેવો અનુભવ આપતી એક લોકપ્રિય 7-સીટર કાર છે. આ કારની ડિઝાઇન પરંપરાગત બોલેરો કરતાં વધુ મોર્ડન છે અને તેમાં ડ્રાઇવિંગ કમ્ફર્ટ પણ ઘણું સારું મળે છે. આ જ કારણે યુવા ખરીદદારોમાં તેની ડિમાન્ડ વધી રહી છે. ભારતમાં મહિન્દ્રા બોલેરો નિયોની કિંમત રૂ.8.85 લાખથી રૂ.10.49 લાખ (એક્સ-શોરૂમ) વચ્ચે છે.
આ બાબતોનું ખાસ ધ્યાન રાખો
માત્ર કિંમત જોઈને કાર ખરીદવી યોગ્ય નથી. વાહન પસંદ કરતા પહેલા કેબિન સ્પેસ, ત્રીજી રો (Third Row)ની ઉપયોગિતા, માઇલેજ, સેફ્ટી ફીચર્સ અને આફ્ટર-સેલ્સ સર્વિસ સપોર્ટ જેવી બાબતો પર ધ્યાન આપવું જરૂરી છે. જો પરિવાર સાથે અવારનવાર લાંબી મુસાફરી કરવી પડતી હોય, તો આરામદાયક સીટિંગ અને બૂટ સ્પેસ (સામાન રાખવાની જગ્યા) ખૂબ જ મહત્વપૂર્ણ બની જાય છે.
વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો