ભારતીય ટુ-વ્હીલર માર્કેટમાં હવે પહેલા કરતા વધુ બદલાવ જોવા મળી રહ્યો છે. પહેલા જ્યાં એક પાવરફુલ અને સ્પોર્ટી બાઇક ખરીદવા માટે મોટી રકમ ખર્ચવી પડતી હતી, ત્યાં હવે 2 લાખ રૂપિયાના બજેટમાં પણ શાનદાર બાઇક્સ મળી રહી છે. કંપનીઓ હવે ઓછી કિંમતમાં વધુ પાવર, સારા ફીચર્સ અને આકર્ષક ડિઝાઇન આપવા પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે.

યુવાનોમાં સ્પોર્ટ્સ બાઇકનો ક્રેઝ વધ્યો

યુવાનોમાં ખાસ કરીને સ્પોર્ટ્સ બાઇકનો ક્રેઝ ઝડપથી વધ્યો છે. લોકો હવે માત્ર માઇલેજ જ નહીં, પરંતુ પરફોર્મન્સ અને લુક્સને પણ મહત્વ આપી રહ્યા છે. જો તમે નવી બાઇક ખરીદવાનું પ્લાનિંગ કરી રહ્યા હોવ, તો તમારી પાસે ઘણા સારા વિકલ્પો છે જે બજેટમાં પણ ફિટ બેસે છે અને પર્ફોર્મન્સમાં પણ શ્રેષ્ઠ છે.

બજાજ પલ્સર (Bajaj Pulsar NS400Z)

બજાજની Pulsar NS400Z હાલમાં ઘણી ચર્ચામાં છે. આ બાઇકમાં 349ccનું એન્જિન મળે છે, જે અંદાજે 40.6bhpનો પાવર આપે છે. તે તેના સેગમેન્ટમાં સૌથી વધુ પાવર આપતી સસ્તી બાઇક્સમાંથી એક છે. આ બાઇકની કિંમત અંદાજે રૂ.1.80 લાખ છે, જે તેને વધુ આકર્ષક બનાવે છે. તેની ડિઝાઇન ઘણી સ્પોર્ટી અને મોર્ડન છે, જે યુવાનોને ખૂબ પસંદ આવે છે.

હીરો એક્સ્ટ્રીમ (Hero Xtreme 250R)

Hero Xtreme 250R એવા લોકો માટે શ્રેષ્ઠ વિકલ્પ છે જેઓ સ્ટાઇલ અને પરફોર્મન્સ બંને ઇચ્છે છે. તેમાં 249ccનું એન્જિન છે, જે 30bhp પાવર અને 25Nm ટોર્ક જનરેટ કરે છે. તેની શરૂઆતની કિંમત અંદાજે રૂ.1.69 લાખ છે, જે તેને વેલ્યુ ફોર મની બાઇક બનાવે છે. તેની રાઇડિંગ પોઝિશન આરામદાયક હોવાથી તે શહેર અને હાઇવે બંને માટે યોગ્ય છે.

ટ્રાયમ્ફ સ્પીડ (Triumph Speed T4)

Triumph Speed T4 એવા લોકો માટે છે જેમને પ્રીમિયમ અને કંઈક અલગ દેખાતી બાઇક જોઈએ છે. તેમાં 349ccનું એન્જિન મળે છે, જે 29bhp પાવર અને 31Nm ટોર્ક આપે છે. આ બાઇકની કિંમત અંદાજે રૂ.1.95 લાખ છે. તેનો ક્લાસી લુક અને મજબૂત બિલ્ડ ક્વોલિટી તેને અન્ય બાઇક્સથી અલગ પાડે છે.

સુઝુકી ગિક્સર (Suzuki Gixxer 250)

સુઝુકી ગીક્સર 250 તેની સ્મૂધ રાઇડિંગ માટે જાણીતી છે. તેમાં 249ccનું એન્જિન છે, જે 26.5bhp પાવર આપે છે. તેની કિંમત રૂ.1.81 લાખથી શરૂ થાય છે. જો તમને ફુલ ફેયર્ડ (Full Faired) બાઇક ગમતી હોય તો તેનું SF 250 મોડલ પણ ઉપલબ્ધ છે. આ બાઇક રોજિંદા વપરાશ અને ક્યારેક લાંબી મુસાફરી માટે ઉત્તમ છે.

કેટીએમ (KTM 200 Duke)

KTM 200 Duke લાંબા સમયથી યુવાનોમાં લોકપ્રિય છે. તેમાં 199.5ccનું એન્જિન મળે છે, જે 25bhp પાવર આપે છે. આ બાઇકની કિંમત અંદાજે રૂ.1.98 લાખ છે. તેનો એગ્રેસિવ લુક અને ઇન્સ્ટન્ટ પિકઅપ તેને ખાસ બનાવે છે. જેમને ઝડપ અને સ્ટાઇલ બંને ગમે છે, તેમના માટે આ શ્રેષ્ઠ પસંદગી છે.

વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો