મિડ-સાઇઝ SUV સેગમેન્ટમાં હ્યુન્ડાઈ ક્રેટાએ ફરી એકવાર પોતાની બાદશાહત સાબિત કરી છે. જાન્યુઆરી 2026ના વેચાણના આંકડાઓ અનુસાર, માર્કેટમાં નવા લોન્ચ થયેલા મોડલ્સ અને વધતી સ્પર્ધા વચ્ચે પણ ક્રેટાએ ગ્રાહકોની પ્રથમ પસંદગી તરીકેનું સ્થાન જાળવી રાખ્યું છે.


વેચાણના આંકડામાં મોટું અંતર

જાન્યુઆરી 2026માં હ્યુન્ડાઈ ક્રેટાએ કુલ 17,921 યુનિટ્સનું વેચાણ કરીને અન્ય દિગ્ગજ કંપનીઓને ચોંકાવી દીધી છે. આ આંકડો તેની નજીકની સ્પર્ધક કંપનીઓ કરતા ઘણો વધારે છે: મારુતિ વિક્ટોરિસ: 15,240 યુનિટ્સ, કિયા સેલ્ટોસ (નવી જનરેશન): 10,639 યુનિટ્સ, ટાટા સિયેરા: 7,003 યુનિટ્સ. ક્રેટા અને ટાટા સિયેરા વચ્ચે વેચાણમાં 10,918 યુનિટ્સનું મોટું અંતર જોવા મળ્યું છે, જે દર્શાવે છે કે જૂના અને જાણીતા બ્રાન્ડ નેમનો જાદુ હજુ પણ બરકરાર છે.

નવી ગાડીઓ સામે પડકાર

મારુતિ વિક્ટોરિસ (સપ્ટેમ્બર 2025) અને ટાટા સિયેરા (નવેમ્બર 2025) માર્કેટમાં નવા ખેલાડીઓ છે. મારુતિ વિક્ટોરિસે લોન્ચિંગથી અત્યાર સુધી 50,000થી વધુ યુનિટ્સ વેચીને સારી પકડ બનાવી છે, જ્યારે ટાટા સિયેરાનું પ્રોડક્શન અને ડિલિવરી અત્યારે ધીમી ગતિએ વધી રહી છે. ક્રેટાના અનેક વેરિઅન્ટ ઓપ્શન્સ અને મજબૂત ડીલર નેટવર્ક તેને આ રેસમાં આગળ રાખે છે.

સેગમેન્ટમાં 40% નો ઉછાળો

મિડ-સાઇઝ SUV સેગમેન્ટમાં એકંદરે તેજી જોવા મળી રહી છે. જાન્યુઆરીમાં આ સેગમેન્ટનું કુલ વેચાણ 70,898 યુનિટ્સ પર પહોંચ્યું છે, જે ગયા વર્ષની સરખામણીએ 40% નો વધારો દર્શાવે છે. નવી ગાડીઓના લોન્ચિંગને કારણે માર્કેટમાં મોટો ઉછાળો આવ્યો છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


  • Follow us on: