ભારતમાં લક્ઝરી MPV (મલ્ટી પર્પઝ વ્હીકલ) સેગમેન્ટ ખૂબ જ ઝડપથી આગળ વધી રહ્યો છે. પહેલાં જ્યાં ગ્રાહકો આ ગાડીઓમાં માત્ર આરામદાયક સીટો, મોટી કેબિન અને પ્રીમિયમ ફીચર્સ શોધતા હતા, ત્યાં હવે સુરક્ષા (સેફ્ટી) પણ એક મહત્વનો માપદંડ બની ગઈ છે. ઓટો કંપનીઓ મુસાફરોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને એડવાન્સ ડ્રાઈવર આસિસ્ટન્સ સિસ્ટમ (ADAS), મલ્ટીપલ એરબેગ્સ અને ઘણી સ્માર્ટ સેફ્ટી ટેકનોલોજીથી સજ્જ MPV લોન્ચ કરી રહી છે. આવો જાણીએ આવી જ ત્રણ લક્ઝરી MPV વિશે, જે પોતાના સેગમેન્ટમાં સુરક્ષા અને આરામનું શાનદાર સંતુલન પૂરું પાડે છે.


લક્ઝરી અને સુરક્ષાનું ફ્લેગશિપ મોડલ

લેક્સસ એલએમ ભારતીય બજારમાં ઉપલબ્ધ સૌથી પ્રીમિયમ MPV માંથી એક છે, જેની શરૂઆતી એક્સ-શોરૂમ કિંમત રૂ.2.15 કરોડ છે. આ ગાડી ખાસ કરીને એવા ગ્રાહકોને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવી છે જેઓ પાછળની સીટ પર બેસીને લિમોઝીન જેવો લક્ઝુરિયસ અનુભવ મેળવવા માંગે છે.

મજબૂત બોડી સ્ટ્રક્ચર અને હાઈ-સ્ટ્રેન્થ મટીરિયલ

સુરક્ષા માટે આમાં 'લેક્સસ સેફ્ટી સિસ્ટમ+' આપવામાં આવી છે, જેમાં પ્રી-કોલિઝન સિસ્ટમ, લેન ટ્રેસિંગ આસિસ્ટ, એડેપ્ટિવ હાઈ-બીમ સિસ્ટમ અને રોડ સાઈન આસિસ્ટ જેવા એડવાન્સ ફીચર્સ સામેલ છે. આ ઉપરાંત તેમાં 12 એરબેગ્સ, ડ્રાઈવર અટેન્શન મોનિટર અને રિયર પેડેસ્ટ્રિયન ડિટેક્શન જેવી અત્યાધુનિક ટેકનોલોજી મળે છે. તેનું મજબૂત બોડી સ્ટ્રક્ચર અને હાઈ-સ્ટ્રેન્થ મટીરિયલ આ ગાડીને બેહદ સુરક્ષિત બનાવે છે.

ટોયોટા વેલફાયર: ફેમિલી લક્ઝરી સાથે ભરોસાપાત્ર સુરક્ષા

ટોયોટા વેલફાયર ભારતીય બજારમાં રૂ.1.20 કરોડની શરૂઆતી કિંમતે ઉપલબ્ધ છે. આ ગાડી તેની વિશાળ કેબિન, આરામદાયક સીટો અને હાઈબ્રિડ પાવરટ્રેન માટે જાણીતી છે, જેના કારણે ડ્રાઈવર (શૉફર) દ્વારા ચલાવવામાં આવતી લક્ઝરી ગાડીઓ પસંદ કરતા ગ્રાહકોમાં તેની ખાસ ઓળખ છે.

આ MPV ભરોસો આપે છે શ્રેષ્ઠ ક્રેશ પ્રોટેક્શનનો ભરોસો

સુરક્ષાની દ્રષ્ટિએ વેલફાયરમાં 'ટોયોટા સેફ્ટી સેન્સ 3.0' ટેકનોલોજી આપવામાં આવી છે, જેમાં પ્રી-કોલિઝન સિસ્ટમ, લેન ડિપાર્ચર એલર્ટ અને ડાયનેમિક રડાર ક્રૂઝ કંટ્રોલ જેવા ફીચર્સ મળે છે. સુરક્ષાને વધુ મજબૂત કરવા માટે આમાં 7 એરબેગ્સ, બ્લાઈન્ડ સ્પોટ મોનિટર, રિયર ક્રોસ ટ્રાફિક એલર્ટ, વ્હીકલ સ્ટેબિલિટી કંટ્રોલ અને હિલ સ્ટાર્ટ આસિસ્ટ પણ આપવામાં આવ્યું છે. ટોયોટાના TNGA પ્લેટફોર્મ પર આધારિત આ MPV શ્રેષ્ઠ ક્રેશ પ્રોટેક્શનનો ભરોસો આપે છે.

એમજી એમ9 (MG M9): ફીચર્સ અને સેફ્ટીનું આધુનિક પેકેજ

એમજી મોટર ઈન્ડિયાની લક્ઝરી MPV 'MG M9' ની શરૂઆતી કિંમત રૂ.75.90 લાખ છે, જેને કંપનીની પ્રીમિયમ રિટેલ ચેનલ 'MG Select' હેઠળ રજૂ કરવામાં આવી છે. આ ગાડીની કેબિન પ્રીમિયમ લેધર સીટો, 64-કલર એમ્બિયન્ટ લાઈટિંગ અને મસાજ ફંક્શનવાળી કેપ્ટન સીટો જેવા આધુનિક વૈભવી ફીચર્સથી સજ્જ છે.

સુરક્ષા અને આરામનું શ્રેષ્ઠ કોમ્બિનેશન

સુરક્ષાના મામલામાં MG M9 ને આંતરરાષ્ટ્રીય સ્તરે 5-સ્ટાર ENCAP અને ANCAP સેફ્ટી રેટિંગ મળેલું છે. આ કારમાં લેવલ-2 ADAS (એડવાન્સ ડ્રાઈવર આસિસ્ટન્સ સિસ્ટમ), 7 એરબેગ્સ, ડ્રાઈવર મોનિટરિંગ સિસ્ટમ, 360-ડિગ્રી કેમેરા, બ્લાઈન્ડ સ્પોટ ડિટેક્શન અને રિયર ક્રોસ ટ્રાફિક એલર્ટ જેવા આધુનિક ફીચર્સ ઉપલબ્ધ છે, જે તેને પોતાની શ્રેણીની સૌથી સુરક્ષિત લક્ઝરી MPV માં સ્થાન અપાવે છે.

વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

  • Follow us on: