ફ્રાન્સની જાણીતી ઓટોમોબાઈલ કંપની રેનોની Filante Record 2025 ડેમો કારે સિંગલ ચાર્જમાં 1,008 કિમીનું અંતર કાપીને નવો બેન્ચમાર્ક સ્થાપિત કર્યો છે. મોરોક્કોમાં થયેલા આ ટેસ્ટમાં કારે સરેરાશ 102 કિમી/કલાકની હાઈવે સ્પીડ જાળવી રાખી હતી, જે અન્ય EV ટેસ્ટ કરતા ઘણું અલગ છે. આ સમગ્ર સફર માત્ર 9 કલાક અને 52 મિનિટમાં પૂર્ણ કરવામાં આવી હતી.


ઓછી બેટરી પણ અદભૂત કાર્યક્ષમતા

આ સફળતાની સૌથી મોટી વિશેષતા એ છે કે તેમાં રેનોની સામાન્ય ઇલેક્ટ્રિક કારમાં વપરાતી 87 kWhની બેટરી જ લગાવાયેલી હતી. છતાં, આ કારે 100 કિમી દીઠ માત્ર 7.8 kWh ઉર્જા વાપરી હતી. નવાઈની વાત એ છે કે 1,000 કિમી ચાલ્યા બાદ પણ બેટરીમાં 11% ચાર્જ બાકી હતો, જેનાથી કાર હજુ પણ 120 કિમી ચાલી શકે તેમ હતી.

વજન અને ડિઝાઇન પર ભાર

રેનોએ મોટી બેટરી નાખવાને બદલે કારનું વજન ઘટાડવા અને તેની એરોડાયનામિક ડિઝાઇન સુધારવા પર ધ્યાન આપ્યું. કાર્બન ફાઈબર અને એલ્યુમિનિયમના ઉપયોગથી કારનું વજન માત્ર 1,000 કિલોગ્રામ રાખવામાં આવ્યું છે. આ પ્રોજેક્ટ સાબિત કરે છે કે જો એરોડાયનામિક્સ અને હળવા વજન પર ધ્યાન આપવામાં આવે, તો નાની બેટરીથી પણ મોટી રેન્જ મેળવી શકાય છે. જોકે આ કાર વેચાણ માટે નથી, પરંતુ તેની ટેકનોલોજી ભવિષ્યની રેનો કારમાં જોવા મળશે.

વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

  • Follow us on: