લક્ઝરી કારના શોખીનો માટે એક મોટા સમાચાર સામે આવ્યા છે. દેશના પ્રીમિયમ વ્હીકલ પોર્ટફોલિયોમાં વધારો કરતા એક નવી લક્ઝરી MPV (મલ્ટી પર્પઝ વ્હીકલ) લોન્ચ કરવામાં આવી છે. આશરે 4 વર્ષના લાંબા વિરામ બાદ આ મોડલને નવા અવતારમાં ઉતારવામાં આવ્યું છે, જેની એક્સ-શોરૂમ કિંમત ₹1.40 કરોડ નક્કી કરવામાં આવી છે.


નવી ડિઝાઈન અને દમદાર લુક

આ લક્ઝરી કારનું 2026 મોડલ હવે વધુ આધુનિક ડિઝાઈન અને એડવાન્સ ફીચર્સ સાથે ઉપલબ્ધ છે. ભારતની માર્કેટમાં આ ગાડી માત્ર 'એક્સ્ટ્રા-લોન્ગ' વર્ઝનમાં જ મળશે. તેનું કદ; વ્હીલબેઝ: 3,430mm (ભારતમાં ઉપલબ્ધ અન્ય પેસેન્જર ગાડીઓ કરતા સૌથી લાંબો), લંબાઈ: 5,370mm, પહોળાઈ: 1,928mm, ટાયર: 18-ઈંચના ડ્યુઅલ-ટોન એલોય વ્હીલ્સ. આ ગાડીમાં મલ્ટી-બીમ LED હેડલાઇટ્સ અને સ્પોર્ટી બમ્પર આપવામાં આવ્યું છે, જે તેને રસ્તા પર એક દમદાર 'રોડ પ્રેઝન્સ' આપે છે.

રાજવી ઠાઠ જેવું કેબિન

ગાડીના અંદરના ભાગમાં લક્ઝરીનો ખાસ ખ્યાલ રાખવામાં આવ્યો છે. ગ્રાહકોને બે સીટિંગ વિકલ્પો મળશે. 1. 4-સીટર: જેમાં પાછળની બાજુએ બે કેપ્ટન સીટ્સ છે. તેમાં લેગ રેસ્ટ, હીટિંગ, વેન્ટિલેશન અને મસાજ જેવી સુવિધાઓ ઉપલબ્ધ છે. 2. 6-સીટર: જેમાં મિડલ સીટ્સને આગળ-પાછળ અથવા સામસામે ફેરવી શકાય છે, જે કારની અંદર લાઉન્જ જેવો માહોલ બનાવે છે. મનોરંજન માટે તેમાં 15-સ્પીકર અને 650W Burmester સાઉન્ડ સિસ્ટમ (Dolby Atmos સપોર્ટ સાથે) આપવામાં આવી છે. ડેશબોર્ડ પર 12.3-ઇંચની બે સ્ક્રીન છે.

એન્જિન અને પાવર

પ્રથમ વખત આ મોડલમાં પેટ્રોલ એન્જિનનો વિકલ્પ પણ આપવામાં આવ્યો છે. તેમાં બે એન્જિન વેરિઅન્ટ ઉપલબ્ધ છે: V300d ડીઝલ: 233bhp પાવર અને V300 પેટ્રોલ હાઈબ્રિડ: 228bhp પાવર. બંને એન્જિનમાં 9-સ્પીડ ઓટોમેટિક ગિયરબોક્સ આપવામાં આવ્યું છે.

આ લક્ઝરી કારની ડિલિવરી

સુરક્ષાની દ્રષ્ટિએ આ કારને Euro NCAP તરફથી 5-સ્ટાર રેટિંગ મળેલું છે. જેમાં 7 એરબેગ્સ, 360-ડિગ્રી કેમેરા, એડેપ્ટિવ ક્રૂઝ કંટ્રોલ અને ડ્રાઈવર મોનિટરિંગ કેમેરા જેવા હાઈ-ટેક ફીચર્સ સામેલ છે. પુણેના ચાકન પ્લાન્ટમાં એસેમ્બલ થનારી આ લક્ઝરી કારની ડિલિવરી માર્ચના અંત સુધીમાં શરૂ થઈ શકે છે. બજારમાં તેનો સીધો મુકાબલો લેક્સસ LM અને ટોયોટા વેલફાયર જેવી મોંઘી ગાડીઓ સાથે થશે.

વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


  • Follow us on: