ભારતીય ઓટોમોબાઈલ માર્કેટમાં MPV (મલ્ટી પર્પઝ વ્હીકલ) સેગમેન્ટમાં સ્પર્ધા વધારવા માટે નિસાન સજ્જ છે. નિસાન તેની બહુપ્રતિક્ષિત 7-સીટર કાર નિસાન ગ્રેવિટે (Nissan Gravite) ને આગામી 17 ફેબ્રુઆરી 2026 ના રોજ ભારતભરમાં લોન્ચ કરવા જઈ રહી છે. કંપનીએ લોન્ચિંગ પહેલા જ તેના ટીઝર જારી કરીને કાર પ્રેમીઓમાં ઉત્તેજના વધારી દીધી છે.
દમદાર લૂક અને આધુનિક ડિઝાઇન
નિસાન ગ્રેવિટેનો લૂક બોક્સી અને મજબૂત છે, જે તેને એક પ્રીમિયમ MPV બનાવે છે. તેમાં નિસાનની નવી ડિઝાઇન લેંગ્વેજ જોવા મળશે, જેમાં આગળના ભાગે C-આકારના LED લાઇટિંગ એલિમેન્ટ્સ, આકર્ષક ગ્રીલ અને મજબૂત બમ્પર આપવામાં આવ્યા છે. રૂફ રેલ્સ, બોડી ક્લેડિંગ અને આકર્ષક એલોય વ્હીલ્સ આ કારને મોર્ડન ટચ આપે છે. પાછળના ભાગે પણ LED ટેલ લેમ્પ્સ અને સ્કીડ પ્લેટ જોવા મળશે.
ઇન્ટિરિયર અને હાઇટેક ફીચર્સ
આ 7-સીટર કારમાં 'ફ્લેટ ફ્લોર' સાથે બેઠક વ્યવસ્થા કરવામાં આવી છે. બીજી હરોળની સીટો સ્લાઇડ અને રિક્લાઇન એડજસ્ટમેન્ટ સાથે આવશે, જ્યારે ત્રીજી હરોળની સીટો ફોલ્ડ કરી શકાય તેવી હશે, જે વધુ સ્ટોરેજ પ્રદાન કરશે. ડિજિટલ ઇન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટર, વાયરલેસ કનેક્ટિવિટી સાથે ટચસ્ક્રીન ઇન્ફોટેનમેન્ટ, ઓટોમેટિક ક્લાઇમેટ કંટ્રોલ અને રિયર એસી વેન્ટ્સ જેવા ફીચર્સ ઉપલબ્ધ હશે. ટોપ વેરિઅન્ટમાં 360-ડિગ્રી કેમેરા પણ મળી શકે છે.
એન્જિન અને પરફોર્મન્સ
નિસાન ગ્રેવિટેમાં 1.0 લીટરનું પેટ્રોલ એન્જિન હશે, જે નેચરલી એસ્પિરેટેડ અને ટર્બોચાર્જ્ડ બંને વિકલ્પોમાં ઉપલબ્ધ હશે. તેમાં 5-સ્પીડ મેન્યુઅલ અથવા AMT ગિયરબોક્સ મળશે. ભવિષ્યમાં કંપની ફેક્ટરી-ફિટેડ CNG વેરિઅન્ટ પણ લોન્ચ કરી શકે છે.
કિંમત અને સ્પર્ધા
આ કારની અંદાજિત કિંમત રૂ.5.8 લાખ (એક્સ-શોરૂમ) થી શરૂ થવાની સંભાવના છે. બજારમાં આ કારની સીધી સ્પર્ધા રેનો ટ્રાઇબર અને મારુતિ સુઝુકીની નાની MPV સાથે થશે. ગ્રાહકોને આ કારની ડિલિવરી માર્ચ 2026 થી શરૂ થવાની આશા છે.
વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો