ભારતમાં ઇલેક્ટ્રિક વાહનોની માંગ વચ્ચે Avore Electric કંપનીએ પોતાની નવી ઇલેક્ટ્રિક મોટરસાઇકલનું ટીઝર જાહેર કર્યું છે. બાઇકના સાઇડ પેનલ પર 'EX/2S' લખેલું હોવાથી લોન્ચિંગ વખતે આ જ નામ હોઈ શકે છે. અગાઉ અમદાવાદમાં ટેસ્ટિંગ દરમિયાન દેખાયેલી આ બાઇકની ડિઝાઇન હવે ટીઝરમાં સ્પષ્ટ થઈ ગઈ છે.

પ્રીમિયમ અને સ્પોર્ટી લુક

આ બાઇકને મસ્ક્યુલર ટેન્ક, શાર્પ બોડી પેનલ અને LED DRL સાથે આકર્ષક LED હેડલાઇટ આપીને મોર્ડન લુક આપવામાં આવ્યો છે. તેમાં સ્ટાઇલિશ એલોય વ્હીલ્સ, સ્પ્લિટ બોડી, રેડ-સિલ્વર ડ્યુઅલ-ટોન કલર અને બ્લેક મેટલ પાર્ટ્સ છે. સાથે જ મુસાફર માટે મજબૂત ગ્રેબ હેન્ડલ અને સુરક્ષા માટે બંને તરફ ડિસ્ક બ્રેક મળે છે.

લાંબી રેન્જની ખાસિયત

બાઇકની સૌથી મોટી ખાસિયત તેની રેન્જ છે. ટીઝરમાં ડિજિટલ ડિસ્પ્લે પર 82% બેટરી સાથે 215 કિમીની રેન્જ દેખાય છે, જેનો અર્થ છે કે ફૂલ ચાર્જ પર આ બાઇક 250 થી 260 કિમી સુધી ચાલી શકે છે. જો કે, કંપનીએ હજુ સત્તાવાર રેન્જ જાહેર કરી નથી.

સ્માર્ટ ફીચર્સ અને પાવર

ડિસ્પ્લેમાં અલગ-અલગ રાઇડિંગ મોડ્સ દેખાય છે, જે સ્માર્ટ ફીચર્સ તરફ ઇશારો કરે છે. આમાં ફ્યુઅલ ટેન્ક જેવી ડિઝાઇન નીચે ચાર્જિંગ પોર્ટ અને નાની સ્ટોરેજ જગ્યા મળી શકે છે. હાલમાં બેટરી, મોટર અને કિંમતની વિગતો સામે આવી નથી, પરંતુ આ બાઇક Ola અને Revolt ને જોરદાર ટક્કર આપશે.

વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો