ટાટા મોટર્સે ભારતીય ઓટોમોબાઈલ માર્કેટમાં મોટો ધમાકો કરતા પોતાની લોકપ્રિય ઇલેક્ટ્રિક હેચબેક 2026 Tata Tiago EV ને નવા અવતારમાં લોન્ચ કરી દીધી છે. આ વખતે કંપનીએ ગ્રાહકોના બજેટને ધ્યાનમાં રાખીને કારની કિંમતમાં ઘટાડો કર્યો છે અને સાથે જ પ્રીમિયમ ફીચર્સનો ઉમેરો કર્યો છે.

નવી ટેક્નોલોજીથી EV ખરીદવી બનશે સરળ 

નવી Tiago EVની શરૂઆતની એક્સ-શોરૂમ કિંમત રૂ.6.99 લાખ રાખવામાં આવી છે, પરંતુ જો તમે તેને BaaS પ્લાન હેઠળ ખરીદો છો, તો આ કાર માત્ર રૂ.4.69 લાખની શરૂઆતી કિંમતે તમારી બની શકે છે. જોકે, આ પ્લાન અંતર્ગત ગ્રાહકોએ બેટરીના વપરાશ મુજબ પ્રતિ કિલોમીટર અલગથી ચાર્જ ચૂકવવો પડશે. કંપનીનું માનવું છે કે આ નવી ટેક્નોલોજીથી ઈલેક્ટ્રિક કાર ખરીદવી સામાન્ય લોકો માટે વધુ સરળ બનશે.

નવી બેટરી, દમદાર રેન્જ અને સુપરફાસ્ટ ચાર્જિંગ

નવી Tiago EV માં ગ્રાહકોને પહેલાની જેમ જ બે બેટરી પેક ઓપ્શન (19.2kWh અને 24kWh) મળશે. મોટી 24kWh બેટરી વાળું મોડલ સિંગલ ચાર્જમાં 285 કિમી સુધીની શાનદાર રેન્જ આપશે, જ્યારે નાની 19.2kWh બેટરી સાથે 226 કિમીની રેન્જ મળશે. ટાટા મોટર્સના જણાવ્યા મુજબ, આ કાર હવે પહેલા કરતા 40% વધુ ઝડપથી ચાર્જ થાય છે.

માત્ર 18 મિનિટના ચાર્જિંગમાં 100 કિમી દોડશે આ કાર

DC ફાસ્ટ ચાર્જરની મદદથી તેને માત્ર 35 મિનિટમાં 10 થી 80 ટકા સુધી ચાર્જ કરી શકાશે. તેમજ માત્ર 18 મિનિટના ચાર્જિંગમાં આ કાર 100 કિમી સુધી દોડવા માટે તૈયાર થઈ જાય છે. તેના મુખ્ય વેરિયન્ટ્સમાં Smart 19kWh (રૂ.6.99 લાખ), Pure+ 19kWh (રૂ.8.49 લાખ), Pure+ 24kWh (રૂ.9.49 લાખ) અને Creative+ 24kWh (રૂ.9.99 લાખ) નો સમાવેશ થાય છે.

પ્રીમિયમ લુક, હાઈટેક ફીચર્સ અને કડક સેફ્ટી

ટાટાએ આ ગાડીના લુક અને ફીચર્સમાં મોટા અપડેટ્સ આપ્યા છે. બહારની તરફ નવા LED હેડલેમ્પ, આકર્ષક LED DRLs, કનેક્ટેડ LED ટેલલેમ્પ, 15-ઇંચના નવા વ્હીલ્સ અને શાર્ક ફિન એન્ટેના તેને પ્રીમિયમ લુક આપે છે. અંદરની તરફ વાયરલેસ Android Auto અને Apple CarPlay ને સપોર્ટ કરતી 10.25-ઇંચની મોટી ટચસ્ક્રીન ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ, ડ્યુઅલ-ટોન ડેશબોર્ડ, ઓટોમેટિક ક્લાઈમેટ કંટ્રોલ, ક્રુઝ કંટ્રોલ, વાયરલેસ ચાર્જર અને રિયર AC વેન્ટ્સ આપવામાં આવ્યા છે.

આ કારમાં 6 એરબેગ્સ ઉપલબ્ધ 

સેફ્ટીની વાત કરીએ તો, હવે આ કારમાં સ્ટાન્ડર્ડ તરીકે 6 એરબેગ્સ ઉપલબ્ધ કરાવાઈ છે. આ સિવાય 360-ડિગ્રી કેમેરા, બ્લાઇન્ડ વ્યુ મોનિટર, ABS, EBD અને હિલ હોલ્ડ આસિસ્ટ જેવા કમાલના સુરક્ષા ફીચર્સ સામેલ છે જે માર્કેટમાં હાજર MG Comet EV અને Citroen eC3 ને જબરદસ્ત ટક્કર આપશે.

વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો