જો તમે એક પાવરફુલ પિકઅપ ટ્રક ખરીદવાનું વિચારી રહ્યા છો, તો તમારા માટે સારા સમાચાર છે. Toyota આગામી 28 જુલાઈ 2026ના રોજ પોતાની લોકપ્રિય પિકઅપ Hiluxનું નવું મોડલ લોન્ચ કરવા જઈ રહી છે. આ Hiluxની 9મી જનરેશન હશે, જેમાં પહેલા કરતા ઘણા મોટા ફેરફારો જોવા મળશે. નવી Hiluxને નવું એક્સટીરિયર ડિઝાઇન, મોર્ડન ઇન્ટીરિયર અને ઘણા એડવાન્સ ફીચર્સ સાથે રજૂ કરવામાં આવશે. જો કે, કંપની આમાં પહેલા જેવું જ ભરોસાપાત્ર ડીઝલ એન્જિન ચાલુ રાખી શકે છે.
પહેલા કરતા વધુ આકર્ષક અને દમદાર
નવી Toyota Hiluxની ઓવરઓલ ડિઝાઇન પહેલા જેવી જ રહેશે, પરંતુ તેના ફ્રન્ટ લુકમાં ઘણા ફેરફારો કરવામાં આવી શકે છે. તેમાં નવું બોડી-કલર હનીકોમ્બ ગ્રીલ, પહેલા કરતા પાતળી LED હેડલેમ્પ, નવું બમ્પર અને મજબૂત સ્કીડ પ્લેટ મળવાની આશા છે. આનાથી પિકઅપ ટ્રક પહેલા કરતા વધુ આકર્ષક અને દમદાર દેખાશે.
ડિઝાઇનમાં થશે આ ફેરફારો
સાઇડ પ્રોફાઇલમાં બહુ વધારે ફેરફાર જોવા નહીં મળે. દરવાજાની ડિઝાઇન અને પહોળા વ્હીલ આર્ચ પહેલા જેવા જ રહી શકે છે. જો કે કંપની આમાં નવી ડિઝાઇનવાળા એલોય વ્હીલ આપી શકે છે, જેનાથી તેનો લુક વધુ પ્રીમિયમ બની જશે. પાછળની તરફ પણ કેટલાક ફેરફારો જોવા મળી શકે છે. નવી Hiluxમાં અપડેટેડ LED ટેલલાઇટ્સ, નવું રિયર બમ્પર અને ટેલગેટ પર Toyotaનું મોટું નામ લખેલું મળી શકે છે. આનાથી ટ્રકનો પાછળનો ભાગ પણ પહેલા કરતા વધુ મોર્ડન દેખાશે.
અંદર મળશે અઢળક ફીચર્સ
સૌથી મોટો ફેરફાર કેબિનની અંદર જોવા મળશે. નવી Hiluxમાં 12.3-ઇંચની બે મોટી સ્ક્રીન મળવાની સંભાવના છે. જેમાંથી એક ડિજિટલ ઇન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટર અને બીજી ટચસ્ક્રીન ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ માટે હશે. આ સિવાય નવું સ્ટીયરીંગ વ્હીલ અને નવું સેન્ટર કન્સોલ પણ આપવામાં આવી શકે છે. Toyotaએ આ વખતે પણ ઘણા જરૂરી ફિઝિકલ બટનો જાળવી રાખવાનો નિર્ણય કર્યો છે. આનાથી ઓફ-રોડ ડ્રાઇવિંગ અને રોજિંદા ઉપયોગ દરમિયાન ફીચર્સનો ઉપયોગ કરવો સરળ રહેશે.
સેફ્ટી અને પાવર
ફીચર્સની વાત કરીએ તો નવી Hiluxમાં 360 ડિગ્રી કેમેરા, ADAS, પાવર્ડ ફ્રન્ટ સીટ, વેન્ટિલેટેડ ફ્રન્ટ સીટ, વાયરલેસ કનેક્ટિવિટી અને અન્ય ઘણી પ્રીમિયમ સુવિધાઓ મળવાની આશા છે. આનાથી આ પિકઅપ પહેલા કરતા વધુ સુરક્ષિત અને આરામદાયક બની જશે. એન્જિનમાં મોટો ફેરફાર થવાની સંભાવના નથી. નવી Hiluxમાં એ જ 2.8-લીટર ડીઝલ એન્જિન મળશે, જે 204 હોર્સપાવર અને 500 Nm ટોર્ક જનરેટ કરે છે. આ એન્જિન 6-સ્પીડ મેન્યુઅલ અને 6-સ્પીડ ઓટોમેટિક ગિયરબોક્સ બંને વિકલ્પોમાં ઉપલબ્ધ હોઈ શકે છે. સાથે જ આમાં 4×4 ડ્રાઇવ સિસ્ટમ પણ મળશે, જેનાથી તે મુશ્કેલ રસ્તાઓ પર પણ શાનદાર પ્રદર્શન કરશે.
હાઇબ્રિડ એન્જિન
અહેવાલો અનુસાર, Toyota આ એન્જિન સાથે 48V માઇલ્ડ-હાઇબ્રિડ સિસ્ટમ પણ આપી શકે છે. આ જ ટેકનોલોજી કંપનીએ તાજેતરમાં Fortuner Neo Driveમાં પણ ઉપયોગ કરી છે. આનાથી વધુ સારી માઇલેજ અને સ્મૂધ ડ્રાઇવિંગનો ફાયદો મળી શકે છે. વૈશ્વિક સ્તરે Toyotaએ ઇલેક્ટ્રિક Hilux પણ રજૂ કરી છે, જેમાં 59.2 kWh બેટરી અને ડ્યુઅલ મોટર સેટઅપ આપવામાં આવ્યું છે. જો કે, હાલમાં એ સ્પષ્ટ નથી કે કંપની આ ઇલેક્ટ્રિક મોડલને ભારતમાં લોન્ચ કરશે કે નહીં.
વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો