સ્કોડા કાયલાકે લોન્ચ થતાની સાથે જ માર્કેટમાં લોકપ્રિયતા મેળવી છે અને કંપનીના કુલ વેચાણમાં આશરે 60 ટકા હિસ્સો હાંસલ કર્યો છે. નવા GST સ્લેબ અને CSD (કેન્ટીન સ્ટોર્સ ડિપાર્ટમેન્ટ)ના વિશેષ લાભોને કારણે આ કાર હવે સામાન્ય શોરૂમ કિંમત કરતા ઘણી સસ્તી મળી રહી છે.
કિંમત અને CSD લાભ
CSD અંતર્ગત સ્કોડા કાયલાક ખરીદનારા ગ્રાહકોને સીધો ₹1 લાખ સુધીનો ફાયદો મળી રહ્યો છે. કાયલાક સિગ્નેચર 1.0 TSI MT ની CSD કિંમત અંદાજે ₹6.65 લાખથી શરૂ થાય છે, જે તેને તેના સેગમેન્ટની અન્ય કારો કરતા વધુ સ્પર્ધાત્મક બનાવે છે.
એક્સ-શોરૂમ કિંમત
સ્કોડા કાયલાક CSD એક્સ-શોરૂમ કિંમતોની વાત કરીએ તો; કાયલક સિગ્નેચર 1.0 TSI MT- રૂ.8.09 લાખ, કાયલક સિગ્નેચર 1.0 TSI AT- રૂ.9.00 લાખ, કાયલક પ્રેસ્ટીજ 1.0 TSI MT – રૂ.10.76 લાખ, કાયલક પ્રેસ્ટીજ 1.0 TSI AT – રૂ.11.63 લાખ છે.
એન્જિન અને પરફોર્મન્સ
આ એસયુવીમાં 1.0 લિટરનું 3-સિલિન્ડર ટર્બો પેટ્રોલ TSI એન્જિન આપવામાં આવ્યું છે. જે 115 PSનો પાવર આપે છે, 178 Nm ટોર્ક જનરેટ કરે છે અને 6-સ્પીડ મેન્યુઅલ અને 6-સ્પીડ ઓટોમેટિક ટોર્ક કન્વર્ટરના ઓપ્શન ઉપલબ્ધ છે.
પ્રીમિયમ ફીચર્સ અને સેફ્ટી
કાયલાકના વિવિધ ટ્રીમ્સમાં આધુનિક સુવિધાઓનો ભંડાર છે; સેફ્ટી: 6 એરબેગ્સ, ટ્રેક્શન કંટ્રોલ અને ભારતીય NCAP ક્રેશ ટેસ્ટમાં 5-સ્ટાર સેફ્ટી રેટિંગ. ટેકનોલોજી: 10-ઇંચ ટચસ્ક્રીન, ડિજિટલ MID, ક્રૂઝ કંટ્રોલ અને ટાયર પ્રેશર મોનિટરિંગ સિસ્ટમ. લક્ઝરી: પાવર્ડ સનરૂફ, વેન્ટિલેટેડ સીટ્સ અને લેધર અપહોલ્સ્ટ્રી (પ્રેસ્ટિજ ટ્રીમમાં). માર્કેટમાં આ કારનો સીધો મુકાબલો મારુતિ બ્રેઝા, ટાટા નેક્સન, હ્યુન્ડાઈ વેન્યુ અને કિયા સોનેટ જેવી લોકપ્રિય કારો સાથે છે. ઓછી કિંમત અને હાઈ-ટેક ફીચર્સને કારણે કાયલાક અત્યારે એન્ટ્રી-લેવલ એસયુવી સેગમેન્ટમાં નંબર-1 પસંદગી બની રહી છે.
વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો