માર્ચ 2026 માં નાણાકીય વર્ષ પૂરું થવા જઈ રહ્યું છે, ત્યારે JSW MG Motor India એ ગ્રાહકો માટે શાનદાર ડિસ્કાઉન્ટ ઓફર્સની જાહેરાત કરી છે. કંપની આ સમયગાળા દરમિયાન વેચાણ વધારવા પર ભાર મૂકી રહી છે, જેમાં ખાસ કરીને ઇલેક્ટ્રિક વ્હિકલ્સ (EVs) પર વધુ ધ્યાન આપવામાં આવ્યું છે. જો તમે નવી કાર ખરીદવાનું વિચારી રહ્યા હોવ, તો કેશ ડિસ્કાઉન્ટ, એક્સચેન્જ બોનસ અને કોર્પોરેટ બેનિફિટ્સનો લાભ લેવા માટે આ શ્રેષ્ઠ સમય છે.


સૌથી મોટું ડિસ્કાઉન્ટ

MG ની પ્રીમિયમ SUV ગ્લોસ્ટર પર આ મહિને સૌથી વધુ ફાયદો મળી રહ્યો છે. તેના તમામ વેરિઅન્ટ્સ પર રૂ.3.5 લાખનું ફ્લેટ ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે. આ ઉપરાંત, જો તમે જૂની કાર એક્સચેન્જ કરો છો, તો રૂ.20,000નું વધારાનું બોનસ પણ મળશે. આમ, ગ્લોસ્ટર પર કુલ બચત રૂ.3.7 લાખ થી વધુ થઈ શકે છે.

શાનદાર ફેમિલી SUV પર ઓફર

MG હેક્ટરના જૂના (Pre-facelift) મોડલ પર પેટ્રોલ અને ડીઝલ બંને વેરિઅન્ટમાં રૂ.1.05 લાખ સુધીનું ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે. એક્સચેન્જ અને કોર્પોરેટ લાભો ઉમેરતા કુલ બચત રૂ.1.45 લાખ સુધી પહોંચે છે. જ્યારે હેક્ટરના નવા અપડેટેડ ડીઝલ મેન્યુઅલ મોડલ પર પણ રૂ.90,000 થી વધુનો કુલ ફાયદો મળી રહ્યો છે.

બજેટ ફ્રેન્ડલી પસંદગી

એમજી એસ્ટોરના બેઝ વેરિઅન્ટ સિવાયના તમામ મોડલ્સ પર આકર્ષક ઇન્સેન્ટિવ્સ ઉપલબ્ધ છે. તેમાં રૂ.20,000 ના રિટેલ ડિસ્કાઉન્ટ સાથે એક્સચેન્જ અને લોયલ્ટી બોનસનો સમાવેશ થાય છે. કોર્પોરેટ ઓફર્સને ગણતા ગ્રાહકો કુલ રૂ.65,000 થી વધુની બચત કરી શકે છે.

MG ઇલેક્ટ્રિક કાર પર ખાસ ઓફર્સ

MG ZS EV: આ લોકપ્રિય ઇલેક્ટ્રિક SUV પર રૂ.20,000 ના રિટેલ પ્રોફિટ સાથે કુલ રૂ.60,000 સુધીનો ફાયદો મળી રહ્યો છે. લોયલ્ટી અને કોર્પોરેટ ઓફર્સ તેને ઇલેક્ટ્રિક સેગમેન્ટમાં વધુ આકર્ષક બનાવે છે. MG Comet EV: શહેર માટે શ્રેષ્ઠ એવી આ નાની ઇલેક્ટ્રિક કાર પર વેરિઅન્ટ મુજબ રૂ.10,000 થી રૂ.30,000 નું ડિસ્કાઉન્ટ છે. અન્ય ફાયદાઓ સાથે કુલ બચત રૂ.50,000 થી વધુ થઈ શકે છે.

વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


  • Follow us on: