ટોયોટા ભારતના ઇલેક્ટ્રિક વાહન બજારમાં પોતાનું પગલું મજબૂત કરવા જઈ રહી છે. ટોયોટા Urban Cruiser EV ભારતમાં 19 જાન્યુઆરી 2026થી વેચાણ માટે ઉપલબ્ધ થશે. આ ઇલેક્ટ્રિક SUV મૂળરૂપે મારુતિ સુઝુકી e Vitara પર આધારિત રી-બેજ્ડ મોડલ હશે, જેમાં ટોયોટાની અલગ ઓળખ દર્શાવતા કેટલાક કોસ્મેટિક ફેરફાર કરવામાં આવ્યા છે.
મિડ-સાઇઝ ઇલેક્ટ્રિક SUV
આ મિડ-સાઇઝ ઇલેક્ટ્રિક SUVમાં 49kWh અને 61kWhના બે બેટરી પેક મળવાની શક્યતા છે. નાનું બેટરી પેક 144 bhp અને મોટું બેટરી પેક 174 bhp પાવર જનરેટ કરશે. એકવાર ફુલ ચાર્જ કર્યા પછી આ કાર 500 કિમીથી વધુ ડ્રાઇવિંગ રેન્જ આપે તેવી અપેક્ષા છે. બંને બેટરીને ફ્રન્ટ એક્સલ પર મૂકાયેલા ઇલેક્ટ્રિક મોટર સાથે જોડવામાં આવશે.













