શિયાળાની ઋતુમાં જો તમે કાળજી નહીં લો તો તમારે નાની-નાની સમસ્યાઓ માટે હજારો રૂપિયાનો ખર્ચ કરવો પડી શકે છે. ઠંડીના દિવસોમાં તમારી કારની સુરક્ષા માટેનો સૌથી સરળ અને અસરકારક ઉપાય છે મજબૂત કાર કવરનો ઉપયોગ કરવો. ભલે કાર કવર તમને એક સામાન્ય વસ્તુ લાગતી હોય પરંતુ તે તમારી કારને સુરક્ષિત રાખવામાં અને તમને મોટા ખર્ચમાંથી બચાવવામાં ખૂબ મદદરૂપ થઈ શકે છે.
પેઇન્ટને ડેમેજથી કેવી રીતે બચાવે છે કવર?
શિયાળાની ઋતુમાં ખાસ કરીને રાત્રે જ્યારે તાપમાન ઘટે છે ત્યારે કારની બોડી પર ભેજને કારણે ઝાકળનું એક પડ જામવા લાગે છે. આ ઝાકળ ધીમે ધીમે કારના પેઇન્ટની ઉપરની લેયરને નબળી પાડે છે. જો આ પ્રક્રિયા લાંબા સમય સુધી ચાલુ રહે તો સમય જતાં કારનો કલર ઝાંખો થવા લાગે છે અને પેઇન્ટિંગ ખરાબ થઈ જાય છે. માટે જ્યારે પણ તમે કાર પર કવર લગાવો છો ત્યારે કવર ઝાકળને કારની બોડી સુધી પહોંચતા અટકાવે છે. જેના કારણે કારના પેઇન્ટનું આયુષ્ય લાંબું થાય છે અને કલર કરાવવાનો જે હજારો રૂપિયાનો મોટો ખર્ચ આવી શકે છે તેનાથી તમે સરળતાથી બચી શકો છો.













