તહેવારોની સિઝન ચાલી રહી છે. જો તમે દિવાળી આસપાસ ટૂ-વ્હીલર ખરીદવાનું વિચારી રહ્યા છો. તો આ જાણકારી તમારા માટે મહત્વની બની શકે છે. જ્યારે ટૂ-વ્હિલર ખરીદવાની વાત આવે ત્યારે લોકોનું પહેલું કનફ્યૂઝન એ જ હોય છે કે સ્કૂટર ખરીદવું કે મોટરસાઈકલ? બંને વાહનો પોતપોતાની રીતે બેસ્ટ છે. અને કિંમતોમાં પણ લગભગ બરાબરી પર જ છે. જો પરિવાર અને મિત્રાની સલાહ લેવામાં આવે તો કન્ફ્યૂઝન વધી જાય છે. જરૂરિયાત અને સુવિધાઓના હિસાબે બંનેનો ચાહકવર્ગ પણ અલગ અલગ છે. ત્યારે તમારી જરૂરિયાતો કેવી છે તેના આધાર પર તમે નક્કી કરી શકો છો કે બંનેમાંથી કયું ટૂ-વ્હીલર તમારા માટે ફાયદાકારક રહેશે.
જાણો સ્કૂટરના ફાયદા
ભારતના શહેરમાં સ્કૂટરનું ચલણ સતત વધતું જોવા મલી રહ્યું છે. તેનું સૌથી મોટું કારણ છે ઓટોમેટિક ટ્રાન્સમિશન. સ્કૂટર ગિયરલેસ હોય છે જેના કારણે ટ્રાફીક અને ભીડભાડ વાળી જગ્યામાં તેને ચલાવવું વધું સરળ હોય છે.
સ્કૂટરમાં સ્ટોરેજ સ્પેસ પણ વધારે હોય છે. મોટાભાગના સ્કૂટમાં સીટની નીચે સામાન રાખવા માટે જગ્યા હોય છે. જેમાં હેલ્મેટ, બેગ કે અન્ય જરૂરી વસ્તુઓ રાખી શકાય છે. ઉપરાંત ફ્લટ ફૂટબોર્ડ પર પણ સામાન રાખી શકાય છે.આ ફીચર ખાસ કરીને મહિલાઓ માટે વધુ ઉપયોગી છે.
સ્કૂટરની માઈલેજ પણ સારી હોય છે અને મેન્ટેનન્સ ખર્ચ ઓછો આવે છે. એટલે કે રોજીંદા ઉપયોગ માટે બજેટ ફ્રેન્ડલી છે. પરંતુ લાંબી મુસાફરી માટે કે ઉબડખાબડ રસ્તાઓ માટે અને હાઈસ્પીડ પર સ્કૂટર પર ભરોસો ના કરી શકાય.
જાણો મોટરસાઈકલના ફાયદા
મોટરસાઈકલ એટલે કે બાઈક પાવરફૂલ એન્જિન સાથે આવે છે. એ જ કારણ છે કે લાંબી યાત્રા, ઉબરખાબડ રસ્તાઓ માટે તેને બેસ્ટ ઓપ્શન માનવામાં આવે છે. હાઈવે પર હાઈસ્પીડ માટે પણ તેને વધુ સુરક્ષિત ગણવામાં આવે છે.
કમ્યૂટર સેગમેન્ટની ઘણી બાઈક સારું માઈલેજ આપે છે.જેનાથી રોજિંદી મુસાફરી બજેટ માટે ફાયદાકારક સાબિત થાય છે. મોટા વ્હીલ અને મજબૂત સસ્પેન્શનના કારણે તેની ગ્રિપ પણ સારી હોય છે.
જો કે મોટરસાઈકલમાં ગિયર બદલવાની ઝંઝટ રહે છે. જે નવા રાઈડર્સ અને ટ્રાફિકમાં મુશ્કેલી સર્જી શકે છે. સ્કૂટરની સરખામણીમાં સ્ટોરેજ સ્પેસ પણ નથી હોતી. સ્પોર્ટ્સ અથવા તો હાઈ પર્ફોમન્સ બાઈક્સમાં મેન્ટેન્સ મોંઘુ પડી શકે છે.
યોગ્ય ટૂ-વ્હીલર કેવી રીતે પસંદ કરવું?
જો તમારે રોજ શહેરમાં ઓછા અંતરની મુસાફરી કરવાની છે. સ્ટોરેજ સ્પેસ તમારા માટે જરૂરી છે તો સ્કૂટર ખરીદવું ફાયદાકારક રહેશે
પરંતુ જો રોજ લાંબા અંતરની મુસાફરી કરવાની છે. પાવર અને સ્પીડની જરૂર છે અને હાઈવે પર વધારે અવરજવર કરવી પડે છે તો તમારા માટે મોટરસાઈકલ એટલે કે બાઈક બેસ્ટ ઓપ્શન છે.