ભારતીય ગ્રાહકો હવે સેડાન અને હેચબેક કારને છોડીને SUV તરફ વળ્યા છે. તેનું મુખ્ય કારણ SUVની સારી રોડ પ્રેઝન્સ, વધુ સ્પેસ અને સેફ્ટી ફીચર્સ છે. વર્ષ 2025માં GST સ્લેબમાં ફેરફાર થતા આ ગાડીઓ સામાન્ય માણસના બજેટમાં પણ બંધબેસતી થઈ છે.


ટાટા નેક્સન અને હ્યુન્ડાઈ ક્રેટાની ધૂમ

Tata Nexon: કોમ્પેક્ટ SUV સેગમેન્ટમાં ટાટા નેક્સને ફરી એકવાર પોતાની પકડ મજબૂત કરી છે. તેની 5-સ્ટાર સેફ્ટી રેટિંગ અને પરફોર્મન્સને કારણે તે ગ્રાહકોની પ્રથમ પસંદગી બની છે. Hyundai Creta: 4 મીટરથી ઉપરના સેગમેન્ટમાં હ્યુન્ડાઈ ક્રેટા સૌથી વધુ વેચાતી SUV બની રહી છે. પ્રીમિયમ ફીચર્સ અને બ્રાન્ડ વેલ્યુને કારણે તેનું વેચાણ રેકોર્ડ સ્તરે પહોંચ્યું છે.

પંચ અને ફ્રોન્ક્સનો દબદબો

ટાટા પંચે એન્ટ્રી-લેવલ SUV સેગમેન્ટમાં નાની કારોને પાછળ છોડી દીધી છે. તે જ સમયે, મારુતિ સુઝુકીની બ્રેઝા અને ફ્રોન્ક્સ (Fronx) એ મારુતિને આ સેગમેન્ટમાં મજબૂત બનાવી રાખી છે. આ ગાડીઓએ સાબિત કર્યું કે ઓછા બજેટમાં પણ SUVનો અનુભવ શક્ય છે.

મહિન્દ્રા અને મારુતિની મોટી છલાંગ

Mahindra: સ્કોર્પિયો N (Scorpio N) અને XUV700 ની લોકપ્રિયતા વર્ષ 2025 માં પણ યથાવત રહી છે. આ ઉપરાંત, મહિન્દ્રાની ઇલેક્ટ્રિક SUV જેમ કે XEV 9e એ EV માર્કેટમાં નવી ક્રાંતિ લાવી છે. Maruti Suzuki: મારુતિની નવી Victoris અને ગ્રાન્ડ વિટારાએ મળીને 4 મીટરથી ઉપરના સેગમેન્ટમાં કંપનીને ફરીથી લીડ અપાવી છે.

ટાટા સિયેરા (Sierra) નો ક્રેઝ

ભવિષ્યની વાત કરીએ તો, Tata Sierra માટે ગ્રાહકોમાં જબરદસ્ત ઉત્સાહ જોવા મળી રહ્યો છે. 70,000 થી વધુ એડવાન્સ બુકિંગ એ સંકેત આપે છે કે 2026 માં પણ SUV સેગમેન્ટમાં ટાટાનો દબદબો કાયમ રહેશે.

વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

  • Follow us on: