ભારતમાં ડીઝલ કારો તેની ઉત્તમ ફ્યુઅલ કાર્યક્ષમતા અને શક્તિશાળી પર્ફોર્મન્સ માટે જાણીતી છે. જો તમે દેશની સૌથી પોસાય તેવી કિંમતની ડીઝલ કાર ખરીદવા માંગતા હોવ તો આજે જાણો રૂ.7.99લાખ (એક્સ-શોરૂમ)ની પ્રારંભિક કિંમત સાથે ઉપલબ્ધ 5 સૌથી સસ્તી ડીઝલ કાર. જે તમને તમારા આવનારા સમયે યોગ્ય નિર્ણય લેવા માટે મદદરૂપ થશે.


મહિન્દ્રા બોલેરો

મહિન્દ્રા બોલેરો દેશની સૌથી લોકપ્રિય અને સૌથી ઓછી કિંમતની ડીઝલ SUV પૈકીની એક કાર છે. જેની શરૂઆતની કિંમત લગભગ રૂ.7.99 લાખ છે. તેમજ તેની મજબૂત ડિઝાઇન અને ટકાઉપણું ગ્રામીણ અને શહેરી બંને વિસ્તારોમાં તેને લોકપ્રિય બનાવે છે. આ કારમાં 1.5-લિટર ડીઝલ એન્જિન આપવામાં આવ્યું છે. 75 બીએચપી પાવર અને 210 એનએમ ટોર્ક. આ SUV 16-17 કિમી/લિટર સુધીની માઇલેજ આપે છે. તેમજ આ કારની ખાસિયત છે સરળ ઇન્ટિરિયર અને ઓછો મેન્ટેનન્સ ખર્ચ.

ટાટા અલ્ટ્રોઝ

ટાટા અલ્ટ્રોઝ એક પ્રીમિયમ હેચબેક છે. જેના ડીઝલ વેરિઅન્ટની કિંમત લગભગ રૂ.8.5 લાખથી શરૂ થાય છે. આ કારમાં 1.5-લિટર ટર્બો ડીઝલ એન્જિન આપવામાં આવ્યું છે. તેમજ તેનો પાવર અને ટોર્ક 89 બીએચપી અને 200 એનએમ છે. આ કારની માઇલેજ 19-20 કિમી/લિટર સુધીની કંપની જણાવે છે. આ કારની ખાસિયત એ છે કે તેમાં5-સ્ટાર NCSP સેફ્ટી રેટિંગ, સ્ટાઈલિશ ડિઝાઇન અને આધુનિક ફીચર્સ આપવામાં આવ્યા છે.

મહિન્દ્રા બોલેરો નિયો

બોલેરો નિયો એ બોલેરોનું એક આધુનિક અને વધુ સુવિધાજનક વેરિઅન્ટ છે. જેની કિંમત લગભગ રૂ.9.9 લાખથી શરૂ થાય છે. આ કારમાં કંપનીએ 1.5-લિટર ડીઝલ એન્જિન આપ્યું છે. તેની સાથે આ કારમાં 100 બીએચપી અને 260 એનએમ પાવર અને ટોર્ક છે. તેની માઇલેજની વાત કરીએ તો આ કાર 17 કિમી/લિટરની માઇલેજ આપે છે. સાથે જ ટચસ્ક્રીન સિસ્ટમ, ABS, ડ્યુઅલ એરબેગ્સ અને રગ્ડ લૂક આ SUVની ખાસિયત છે.

કિયા સોનેટ

કિયા સોનેટ એક લોકપ્રિય કોમ્પેક્ટ SUV છે. જેના ડીઝલ વેરિઅન્ટની કિંમત લગભગ રૂ.10 લાખથી શરૂ થાય છે. જેમાં 1.5-લિટર ડીઝલ એન્જિન ફીટ કરવામાં આવ્યું છે. આ કારની માઇલેજ સૌથી વધુ ફ્યુઅલ એફિશિયન્ટ સાથે 22-24 કિમી/લિટર સુધીની આંકવામાં આવી છે. અને આ કારની આકર્ષક ડિઝાઇન, વેન્ટિલેટેડ સીટ્સ અને કનેક્ટેડ કાર ટેક્નોલોજી લોકોને તેની તરફ આકર્ષે છે.

મહિન્દ્રા XUV 3XO

મહિન્દ્રા XUV 3XO એ એક એડવાન્સ ફીચર્સવાળી કોમ્પેક્ટ SUV છે. જેના ડીઝલ વેરિઅન્ટની કિંમત લગભગ રૂ.10.5 લાખથી શરૂ થાય છે. આ કોમ્પેક્ટ SUVમાં 1.5-લિટર ટર્બો ડીઝલ એન્જિન આપવામાં આવ્યું છે. જેની માઇલેજ 20 કિમી/લિટર સુધી કંપની જણાવે છે. આ ઉપરાંત પેનોરમિક સનરૂફ, ડ્યુઅલ-ઝોન ક્લાઇમેટ કંટ્રોલ અને એડવાન્સ સેફ્ટી ફીચર્સ જેવા ફીચર્સ મળી રહે છે. જેના કારણે લોકો આ કારને પસંદ કરે છે.


  • Follow us on: