ગ્રીન ફ્યુઅલની વધતી માંગ વચ્ચે હવે માત્ર ઇલેક્ટ્રિક જ નહીં પરંતુ CNGથી ચાલતા વાહનો પણ રેસમાં આવી ગયા છે. આ જ કડીમાં ટુ-વ્હીલર બનાવતી અગ્રણી કંપની સુઝુકીએ પોતાનું CNGથી ચાલતું સ્કૂટર તૈયાર કરી દીધું છે. જે ટૂંક સમયમાં ભારતમાં લોન્ચ થઈ શકે છે.
ડ્યુઅલ-ફ્યુઅલ ટેકનોલોજી
જાપાન મોબિલિટી શો 2025માં સુઝુકીએ પોતાના લોકપ્રિય એક્સેસ સ્કૂટરનું CNG વર્ઝન રજૂ કર્યું છે. આ સ્કૂટર CNG અને CBG એમ બે પ્રકારની ગેસ પર ચાલી શકે છે. આ ડ્યુઅલ-ફ્યુઅલ ટેકનોલોજી સુઝુકીને ભારતીય બજારમાં પહેલું CNG/CBG સ્કૂટર બનાવશે. આ પહેલા TVS જ્યુપિટર CNG પણ આ રેસમાં હોવાના સમાચાર છે. પરંતુ સુઝુકી આ બંને ગેસ પર ચાલનારું પ્રથમ સ્કૂટર લાવી શકે છે.













