આ બાઈકમાં 2017 CBR1000RR ફાયરબ્લેડનું 1000cc 4-સિલિન્ડર એન્જિન છે. જેને આંતરિક રીતે મોટા ફેરફારો સાથે ફરીથી ડિઝાઇન કરવામાં આવ્યું છે. પાવર આઉટપુટ; આ એન્જિન 123.7 hp (9,000 rpm) પાવર અને 103 Nm (8,000 rpm) ટોર્ક ઉત્પન્ન કરે છે. ટ્યુનિંગ; હોર્નેટ (157 hp, 107 Nm) ની તુલનામાં તેનું આઉટપુટ ઓછું છે. પરંતુ CB1000F ની શક્તિ ઓછી રેવ્સ પર ઉત્પન્ન થાય છે. આનાથી તે શહેર અને હાઇવે ડ્રાઇવિંગ બંનેમાં સરળ અને વધુ ઉપયોગી બને છે. ગિયર રેશિયો; ગિયર રેશિયો પણ બદલવામાં આવ્યા છે. પહેલા બે ગિયર ટૂંકા અને બાકીના લાંબા છે. 100 કિમી/કલાકની ઝડપે બાઇક 4,000 RPM પર ચાલે છે.
બાઈકનું ચેસિસ અને સસ્પેન્શન
CB1000F હોર્નેટ જેવી જ ફ્રેમ અને નવી સબફ્રેમ ડિઝાઇન ધરાવે છે. જેમાં સીટની ઊંચાઈ 795mm (હોર્નેટ કરતાં સહેજ ઓછી) છે. તેનું વજન 214 કિલો (હોર્નેટ કરતાં 2 કિલો વધારે) છે. તેમાં શોવા એડજસ્ટેબલ સસ્પેન્શન છે. બ્રેકિંગ માટે નિસિન 310mm ડ્યુઅલ ડિસ્ક (ફ્રન્ટ) અને 240mm રીઅર ડિસ્ક આપવામાં આવી છે.













