જો તમે નવી કાર ખરીદવાનું વિચારી રહ્યા છો તો મનમાં પહેલો પ્રશ્ન એ આવે છે કે કઈ બેંક સૌથી સસ્તી કાર લોન આપે છે? યોગ્ય બેંક પસંદ કરવાથી તમારા EMIમાં નોંધપાત્ર ઘટાડો થઈ શકે છે અને લોનની મુદત દરમિયાન હજારો રૂપિયાની બચત થઈ શકે છે. ઘણી બેંકો હાલમાં આકર્ષક વ્યાજ દરે કાર લોન ઓફર કરે છે. પરંતુ કાળજીપૂર્વક સરખામણી કર્યા પછી જ નિર્ણય લેવો સમજદારી છે. માટે બેંકો દ્વારા વસૂલવામાં આવતા કાર લોન દરો વિશે જાણો માહિતી. જેમાં તમને જાણવા મળશે મુખ્ય જાહેર અને ખાનગી બેંકોની માહિતી.


કઈ બેંક આપે છે ઓછું વ્યાજ દર?

ઘણી બેંકો હાલમાં 8%થી 9%ની વચ્ચેના વ્યાજ દરે કાર લોન ઓફર કરતી હોય છે. જ્યારે કેટલાક પ્રીમિયમ ગ્રાહકોને તેનાથી પણ ઓછા દરે ઓફર કરી રહી છે. વ્યાજ દરો તમારા CIBIL સ્કોર, આવક, બેંકિંગ સંબંધો અને કાર મોડેલ પર પણ આધાર રાખે છે. દેશની સૌથી મોટી જાહેર ક્ષેત્રની બેંક સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા સાથે તમને 8.70%થી 9.70%ના વ્યાજ દરે કાર લોન મળશે. HDFC બેંક 8.50%થી 10.00%ના વ્યાજ દરે કાર લોન ઓફર કરે છે. જ્યારે બીજી બાજુ ICICI બેંક 8.75%થી 10.50%ના વ્યાજ દરે લોન આપે છે અને પંજાબ નેશનલ બેંક 8.65%થી 9.90%ના વ્યાજ દરે લોન આપે છે. બેંક ઓફ બરોડા 8.60%થી 9.50%ના વ્યાજ દરે કાર લોન આપે છે. જેમાં મહિલાઓ અને સરકારી કર્મચારીઓ માટે વધારાની છૂટછાટ આપવામાં આવે છે.

સસ્તી કાર લોન કોને મળે છે?

અન્ય લોનની જેમ કાર લોન પણ તમારા CIBIL સ્કોર પર આધાર રાખે છે. જો તમારો CIBIL સ્કોર સારો હોય તો તમે સસ્તા વ્યાજ દરે લોન મેળવી શકો છો. જો તમે પગારદાર છો અથવા સારી માસિક આવક ધરાવો છો તો બેંક તમને ઓછા વ્યાજ દરે લોન આપી શકે છે. જો તમે ટૂંક સમયમાં કાર લોન લેવાનું વિચારી રહ્યા છો તો SBI, BOB અને PNB સામાન્ય રીતે સૌથી સસ્તા વિકલ્પો ઓફર કરે છે. જ્યારે HDFC અને ICICI ઝડપી પ્રક્રિયા માટે સારા વિકલ્પ છે. ત્યારે જુદી-જુદી બેંકોના વ્યાજ દરો અને ઑફર્સની તુલના કર્યા પછી જ તમે લોનને અંતિમ સ્વરૂપ આપો.


  • Follow us on: