સૌથી પહેલા 25 નવેમ્બરે Tata Sierra ફરીથી ભારતીય બજારમાં રજૂ થશે અને તે લાંબા સમય બાદ લૉન્ચ થતી મોટી SUVમાંની એક છે. Sierraને આધુનિક ડિઝાઇન અને નવી ટેક્નોલોજી સાથે તૈયાર કરવામાં આવી છે અને શરૂઆતમાં તે 1.5 લિટર નેચરલી એસ્પિરેટેડ અને 1.5 લિટર ટર્બો પેટ્રોલ એન્જિન તેમજ 1.5 લિટર ડીઝલ એન્જિન વિકલ્પ સાથે ઉપલબ્ધ થશે. તેની સુવિધાઓમાં વધુ આરામદાયક ઈન્ટિરિયર અને નવા ફીચર્સ સામેલ છે. જે તેને નવા જ પેઢીના SUVs સાથે સ્પર્ધા લાયક બનાવે છે.
XUV700ના ઇલેક્ટ્રિક વર્ઝન
થોડા દિવસ પછી 27 નવેમ્બરે Mahindra XEV 9S લૉન્ચ થશે. આ SUV, XUV700ના ઇલેક્ટ્રિક વર્ઝન તરીકે વિકસાવવામાં આવી છે અને પ્રીમિયમ અને હાઇ-ટેક ઈન્ટિરિયરની વિશેષતાઓ સાથે આવે છે. તેમાં ટ્રિપલ સ્ક્રીન સેટઅપ, નવું 2-સ્પોક સ્ટીયરિંગ વ્હીલ, મોટું પાનોરામિક સનરૂફ અને સ્લાઇડિંગ સેકન્ડ-રો સીટ્સ જેવી સુવિધાઓ આપવામાં આવી છે. જે વિઝિટર્સને આધુનિક અને આરામદાયક ડ્રાઇવિંગ અનુભવ આપશે.
મારુતિ સુઝુકીની પહેલી ઇલેક્ટ્રિક SUV
2 ડિસેમ્બરે Maruti Suzuki પોતાની પહેલી ઇલેક્ટ્રિક SUV, e Vitara, લૉન્ચ કરશે. આ SUV બે બેટરી પેક-49kWh અને 61kWh સાથે આવે છે. જેમાં નાના પેકની રેંજ 344 કિમી અને મોટા પેકની રેંજ 428 કિમી છે. AWD મોડલની રેંજ 394 કિમી રહેશે. Marutiની ઓછી મેન્ટેનન્સ કિંમત અને વિશ્વસનીયતા, આ ઈલેક્ટ્રિક SUVને બજારમાં ઝડપી લોકપ્રિયતા અપાવી શકે છે.
નવા પેટ્રોલ વેરિઅન્ટ બજારમાં રજૂ થશે
9 ડિસેમ્બરે Tata Harrier અને Safariના નવા પેટ્રોલ વેરિઅન્ટ બજારમાં રજૂ થશે. બંને SUVsમાં 1.5 લિટર TGDi પેટ્રોલ એન્જિન હશે. જે 170PS પાવર અને 280Nm ટોર્ક પ્રદાન કરશે. ફીચર્સ અને ડિઝાઇન અગાઉ જેવી જ રહેશે. પરંતુ પેટ્રોલ એન્જિન આવવાથી વેચાણમાં નોંધપાત્ર વધારો થઈ શકે છે, ખાસ કરીને તે લોકો માટે જેમને પેટ્રોલ પસંદ છે.
નવી જનરેશન સેલ્ટોસ
છેલ્લે 10 ડિસેમ્બરે Kia નવી જનરેશન Seltos લૉન્ચ કરશે, જેમાં ડિઝાઇન અને ફીચર્સમાં મોટો ફેરફાર જોવા મળશે. એન્જિન વિકલ્પ લગભગ પહેલાના જેવા જ રહેશે, પરંતુ 1.5 લિટર ડીઝલ સાથે 7-સ્પીડ ઓટો ગિયરબોક્સની ઉમેરા થાય તેવી સંભાવના છે. નવી Seltos વધુ પ્રીમિયમ અને હાઇ-ટેક બનેલી છે, જે આ સેગમેન્ટમાં ફરીથી પોતાની મજબૂત પકડ બનાવશે.
માર્કેટમાં વિવિધ વિકલ્પો રહેશે ઉપલબ્ધ
આ લૉન્ચિંગ્સ સાથે, આગામી અઠવાડિયા SUV ખરીદદારો માટે વિશેષ રહેશે. કોઈ પણ પસંદગીમાં SUV ખરીદવાના વિચારો ધરાવનારાઓ માટે આ સમય સંપૂર્ણ રહેશે, કારણ કે માર્કેટમાં વિવિધ વિકલ્પો, ઇલેક્ટ્રિકથી લઇને પેટ્રોલ અને ડીઝલ, દરેક પ્રકારની આવશ્યકતાઓ માટે ઉપલબ્ધ રહેશે.