જ્યારે તમે તમારી કારની મ્યુઝિક સિસ્ટમને અપગ્રેડ કરો છો ત્યારે તમને માત્ર શાનદાર ઑડિઓ જ નહીં પણ કેટલીક વધારાની સુવિધાઓ અને વધુ સારો ઇન્ટરફેસ પણ મળે છે. સામાન્ય રીતે આફ્ટરમાર્કેટ કાર સ્ટીરિયો ફેક્ટરીમાં લાગેલી સિસ્ટમ કરતાં વધુ સારી હોય છે. પરંતુ બજારમાં મળતા અઢળક વિકલ્પો ખરીદનારને મૂંઝવણમાં મૂકી શકે છે. તેથી યોગ્ય પસંદગી કરવા માટે આ 5 બાબતો પર ધ્યાન આપો.
ઑડિઓ સોર્સ અને ફોર્મેટ સપોર્ટ
કાર સ્ટીરિયો ખરીદતી વખતે તમારે એ વાત પર ધ્યાન આપવું જરૂરી છે કે તે સિસ્ટમ તમામ પ્રકારના પ્લેબેક ફોર્મેટને સપોર્ટ કરતી હોય. જો તમે MP3 જેવા સામાન્ય ફોર્મેટ પસંદ કરો છો તો તમને પરંપરાગત ગુણવત્તાનું મ્યુઝિક મળે છે. બીજી તરફ જો તમે WAV, FLAC અથવા ALAC જેવા હાઇ-ક્વોલિટી ફોર્મેટ પસંદ કરો છો તો તમને હાઈ-રિઝોલ્યુશન ઑડિઓ સાંભળવા મળે છે. તેથી સિસ્ટમ તમામ પ્લેબેક ફોર્મેટને સપોર્ટ કરે તે સુનિશ્ચિત કરો.
સ્માર્ટફોન ઇન્ટિગ્રેશન
આજના મોટાભાગના કાર માલિકો તેમના ફોનથી સીધું મ્યુઝિક વગાડવાનું પસંદ કરે છે. તમારી સ્ટીરિયોમાં તમારા સ્માર્ટફોનથી મ્યુઝિક વગાડવાની સુવિધા હોવી જોઈએ. ખાસ કરીને તમારી કાર સ્ટીરિયોમાં Apple CarPlay અને Android Auto ઇન્ટિગ્રેશન છે કે નહીં તે તપાસો જેથી તમે ફોન અને મોબાઇલ એપ્લિકેશન દ્વારા મ્યુઝિક પ્લે કરી શકો અને અન્ય એપ્સનો પણ ઉપયોગ કરી શકો.
પાવર આઉટપુટ (RMS રેટિંગ)
ઇન્ટરનલ એમ્પ્લીફાયર દ્વારા સ્પીકર્સ પર ઑડિઓ આઉટપુટની ક્ષમતા પર ધ્યાન આપવું જરૂરી છે. એમ્પ્લીફાયરોમાં સામાન્ય રીતે બે પાવર રેટિંગ હોય છે, RMS (રૂટ મીન સ્ક્વેર) અને પીક પાવર. પીક પાવરએ મહત્તમ પાવર છે જે એમ્પ્લીફાયર ક્ષણિક રૂપે ઉત્પન્ન કરી શકે છે. RMS પાવરએ તે પાવર છે જે એમ્પ્લીફાયર નિયમિત ઉપયોગ દરમિયાન સતત ઉત્પન્ન કરી શકે છે. જો તમે તમારા સ્પીકરને નુકસાન પહોંચાડવા માંગતા નથી, તો તમારે RMS રેટિંગ પર ધ્યાન આપવું જોઈએ. યાદ રાખો વધુ વોટ ક્ષમતાનો અર્થ હંમેશા સારી ઑડિઓ ગુણવત્તા નથી.
GPS નેવિગેશન
જો તમે રસ્તામાં કોઈ અજાણ્યા વ્યક્તિને રસ્તા પૂછીને રોકાવું ન ઇચ્છતા હોવ તો GPS નેવિગેશનની મદદ લો. મોટાભાગની આધુનિક કાર સ્ટીરિયો સિસ્ટમ ઇન્ટિગ્રેટેડ GPS સિસ્ટમ સાથે આવે છે. જેના માટે તમારે વધારાના પૈસા ખર્ચવાની જરૂર નથી. જોકે સ્માર્ટફોન ઇન્ટિગ્રેશન હોય તો તમે Apple CarPlay અથવા Android Auto દ્વારા પણ GPS નેવિગેશનનો ઉપયોગ કરી શકો છો.
બજેટ અને ગુણવત્તા
કાર સ્ટીરિયો ખરીદતી વખતે તમારે તમારા બજેટને ધ્યાનમાં રાખવું જોઈએ. કોઈપણ આફ્ટરમાર્કેટ ડિવાઇસ ખરીદતી વખતે યાદ રાખો કે તમે જેટલું વધુ ચુકવશો તેટલી જ સારી ગુણવત્તાવાળી પ્રોડક્ટ તમને મળશે. તેથી તમે જે રકમ ખર્ચવા તૈયાર છો તેનો સ્પષ્ટ વિચાર રાખો.