નવી કાર ખરીદ્યા પછી તેને અકસ્માત, ચોરી કે અન્ય નુકસાન સામે સુરક્ષિત રાખવા માટે કાર ઇન્શ્યોરન્સ લેવો અત્યંત અનિવાર્ય છે. આજે વીમો ખરીદવા માટે ઓનલાઇન અને ઓફલાઇન એમ બે વિકલ્પો ઉપલબ્ધ છે. બંને પદ્ધતિના પોતાના ફાયદા છે, જેના વિશે આપણે આજે વાત કરીશું.
ઓનલાઇન કાર ઇન્શ્યોરન્સ ખરીદવાના ફાયદા
ઝડપી અને સરળ પ્રક્રિયા: તમે ઘરે બેઠા કોઈપણ સમયે વીમો ખરીદી શકો છો. શાખા પર જવાની કે લાંબી લાઇનમાં ઊભા રહેવાની જરૂર પડતી નથી. પ્લાન્સની સરખામણી: ઓનલાઇન પ્લેટફોર્મ પર તમે એકસાથે ઘણી બધી કંપનીઓના પ્લાન્સ, કવરેજ અને કિંમતની સરખામણી કરી શકો છો.
કેટલું પ્રીમિયમ ભરવું પડશે?
ઓછો પ્રીમિયમ ખર્ચ: ઓનલાઇન પ્રક્રિયામાં કોઈ વચેટિયા કે એજન્ટનું કમિશન હોતું નથી, જેના કારણે સામાન્ય રીતે પ્રીમિયમ સસ્તું પડે છે. તાત્કાલિક ડોક્યુમેન્ટ્સ: પેમેન્ટ કર્યાની ગણતરીની મિનિટોમાં જ ઇલેક્ટ્રોનિક પોલિસી તમારા ઇમેઇલ પર આવી જાય છે. પ્રીમિયમ કેલ્ક્યુલેટર: ઓનલાઇન ટૂલ્સની મદદથી તમે પહેલેથી જ જાણી શકો છો કે તમારે કેટલું પ્રીમિયમ ભરવું પડશે.
ઓફલાઇન કાર ઇન્શ્યોરન્સ ખરીદવાના ફાયદા
એજન્ટની વ્યક્તિગત મદદ: જે લોકોને ડિજિટલ પ્રક્રિયામાં ફાવટ નથી, તેમના માટે એજન્ટ દ્વારા વીમો લેવો વધુ સારો છે. એજન્ટ પોલિસીની જટિલ શરતો સરળતાથી સમજાવે છે. કાગળની કાર્યવાહીમાં સરળતા: ફોર્મ ભરવામાં કે ડોક્યુમેન્ટ્સ સબમિટ કરવામાં એજન્ટ પૂરેપૂરી મદદ કરે છે, જેથી ભૂલ થવાની શક્યતા ઓછી રહે છે.
વિશ્વાસપાત્ર એજન્ટ સાથે રૂબરૂ વાતચીત
ક્લેમ સેટલમેન્ટમાં સહકાર: અકસ્માત સમયે ક્લેમ ફાઇલ કરવાની પ્રક્રિયામાં એજન્ટનો વ્યક્તિગત સહકાર ખૂબ જ ઉપયોગી સાબિત થાય છે. વરિષ્ઠ નાગરિકો માટે યોગ્ય: જેઓ ઓનલાઇન પેમેન્ટ કે ફોર્મ ભરવામાં અસહજ હોય, તેમના માટે વિશ્વાસપાત્ર એજન્ટ સાથે રૂબરૂ વાતચીત કરવી વધુ અનુકૂળ રહે છે.
વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો