BMW ઈન્ડિયાએ સત્તાવાર રીતે ભારતમાં તેની નવી પાવરફુલ લક્ઝરી કૂપ-SUV BMW X6 M60i xDrive માટે પ્રી-લોન્ચ બુકિંગ શરૂ કરી દીધું છે. વર્ષ 2023માં બંધ થયા બાદ, આ પરફોર્મન્સ ઓરિએન્ટેડ કાર હવે અપડેટેડ સ્ટાઈલ અને પ્રીમિયમ ફીચર્સ સાથે કમબેક કરી રહી છે. ભારતમાં આ કારને સીધા સંપૂર્ણ નિર્મિત (CBU) મોડલ તરીકે આયાત કરવામાં આવશે. ગ્રાહકો સત્તાવાર ડીલરશીપ અથવા બ્રાન્ડની વેબસાઈટ પરથી તેનું બુકિંગ કરી શકે છે. કિંમતની વાત કરીએ તો, સત્તાવાર જાહેરાત બાકી છે પરંતુ તેની અંદાજિત એક્સ-શોરૂમ કિંમત રૂ.1.3 કરોડથી રૂ.1.4 કરોડ વચ્ચે હોઈ શકે છે.

સ્પોર્ટી કૂપ ડિઝાઇન અને આકર્ષક કેબિન ઇન્ટિરિયર

ડિઝાઇનની દ્રષ્ટિએ આ SUVમાં ટ્રેડમાર્ક સ્પોર્ટી લુક જાળવી રાખવામાં આવ્યો છે. તેના ફ્રન્ટમાં નવું કિડની ગ્રીલ, શાર્પ LED હેડલાઇટ્સ, નવા DRL સિગ્નેચર અને M-સ્ટાઇલિંગ ટચ સાથેનું દમદાર બમ્પર આપવામાં આવ્યું છે. સાઇડ પ્રોફાઇલમાં 21-ઇંચના મોટા એલોય વ્હીલ્સ, બ્લેક ORVMs અને રેડ બ્રેક કેલિપર્સ આકર્ષણ વધારે છે. કારનું ઇન્ટિરિયર નવી BMW X5થી પ્રેરિત છે, જેમાં 12.3-ઇંચનું ડિજિટલ ઇન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટર અને 14.9-ઇંચની ટચસ્ક્રીન ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ ધરાવતું સિંગલ કર્વ્ડ ડિસ્પ્લે સેટઅપ ઉપલબ્ધ છે. આ સિવાય પેનોરેમિક સનરૂફ, વેન્ટિલેટેડ સીટો અને ADAS જેવા આધુનિક સેફ્ટી ફીચર્સ પણ આમાં મળશે.

દમદાર પરફોર્મન્સ અને સ્પીડ

આ લક્ઝરી SUVની સૌથી મોટી ખાસિયત તેનું શક્તિશાળી 4.4-લીટર ટ્વીન-ટર્બો V8 પેટ્રોલ એન્જિન છે, જે 48V માઇલ્ડ-હાઇબ્રિડ સિસ્ટમ સાથે જોડાયેલું છે. આ એન્જિન 523 હોર્સપાવર અને 750 Nm ટોર્ક જનરેટ કરે છે. કારમાં 8-સ્પીડ ઓટોમેટિક ગિયરબોક્સ અને xDrive ઓલ-વ્હીલ-ડ્રાઇવ સિસ્ટમ આપવામાં આવી છે. કંપનીનો દાવો છે કે આ દમદાર કાર માત્ર 4.3 સેકન્ડમાં 0 થી 100 કિમી/કલાકની ઝડપ પકડી શકે છે. બહેતર હેન્ડલિંગ અને શાનદાર ડ્રાઇવિંગ એક્સપિરિયન્સ માટે આમાં રિયર-વ્હીલ સ્ટીયરિંગ પણ આપવામાં આવ્યું છે.

વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો